અદાણી ગ્રીને આટલા મિલિયન અમેરિકી ડોલર ઉભા કર્યા
અદાણી ગ્રીન એનર્જી લિ.એ ટોટાલ એનર્જીસ સાથે 1050 મેગાવોટનું સંયુક્ત સાહસ સંપ્પન કર્યું હોવાની આજે જાહેરાત કરી છે. આ સંયુક્ત સાહસના ભાગરુપે ટોટાલએનર્જીસે અદાણી ગ્રીનની પેટા કંપનીના પ્રોજેક્ટમાં 50% હિસ્સો હસ્તગત કરવા માટે યુએસ ડોલર 300 મિલિયનનું રોકાણ કર્યું છે.
સપ્ટેમ્બર ૨૦૨૩માં અદાણી ગ્રીન એનર્જી લિ. અને ટોટાલએનર્જીસના સંયુક્ત સાહસ વચ્ચેના બંધન કરારની જાહેરાતના અનુસંધાનને જોડે છે . આ સંયુક્ત સાહસ 1050 મેગાવોટનો પોર્ટફોલિઓ ધરાવે છે જેમાં અગાઉથી કાર્યરત 300 મેગાવોટ ઉપરાંત નિર્માણ હેઠળની 500 મેગાવોટ અને 250 મેગાવોટની હાલ ભારતમાં પ્રગતિ હેઠળના સોૌર અને પવન ઉર્જા બન્નેના પ્રોજેક્ટની અસ્ક્યામતોનો સમાવેશ થાય છે. ધરાવે છે.
આ વ્યવહાર સાથે ટોટાલએનર્જીસએ અદાણી ગ્રીન એનર્જી લિ. સાથેના તેના વ્યૂહાત્મક જોડાણને ફરી ગાઢ બનાવવા સાથે ૨૦૩૦ના અંત સુધીમાં 45 ગિગાવોટની ક્ષમતાના લક્ષ્યને હાંસલ કરવા એક જોરદાર સમર્થન પુરું પાડ્યું છે.