હું ટી-૨૦ વર્લ્ડકપ રમીશ કે નહીં તેનો જવાબ ટૂંક સમયમાં મળી જશે
રોહિત શર્માએ પત્રકારનો ક્લાસ' લેતાં આપ્યો જવાબ
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડકપ બાદ પહેલી વખત કોઈ શ્રેણી રમવા ઉતર્યો છે. આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી પહેલાં પત્રકાર પરિષદમાં તેણે અલગ જ અંદાજમાં સવાલના જવાબ આપ્યા હતા. આ વેળાએ એક પત્રકારનો તેણે
ક્લાસ’ પણ લઈ નાખ્યો હતો.
બૉક્સિંગ-ડે ટેસ્ટ પહેલાં મીડિયા સાથે વાત કરવા પહોંચેલો ભારતીય કેપ્ટન રોહિત શર્માને જ્યારે તેની ટી-૨૦ વર્લ્ડકપમાં વાપસીને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેણે મજાક મજાકમાં પત્રકારને આડે હાથ લઈ લીધો હતો. વર્લ્ડકપ બાદ વાપસીને લઈને તેણે કહ્યું કે ક્રિકેટને લઈને તેનામાં જે ઉત્સાહ છે તે યથાવત જ છે અને વધુમાં વધુ ક્રિકેટ રમવાની તેનામાં હજુ પણ એટલી જ ભૂખ છે. જ્યારે ટી-૨૦ વર્લ્ડકપને લઈને પત્રકારે તેના જવાબને જોડવાનો પ્રયત્ન કર્યો હતો રોહિતે કહ્યું કે મને સારી રીતે ખબર છે કે તમે મારી પાસે શું બોલાવવા માંગો છો. જુઓ, આ જવાબ તમને ઝડપથી મળી જ જવાનો છે.