પેપર કપમાં ચા અને કોફી પીવી હાનિકારક
શિયાળાની ઋતુમાં ચા અને કોફીનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે અને શરદીથી રાહત મળે છે. ગરમ કપમાં ચા પીવામાં આવે તો મઝા આવે છે, પરંતુ આજકાલ ચા અને કોફી પેપર કપમાં પીવામાં આવે છે. ચાની કિટલીથી લઈને રેસ્ટોરાં અને કાફે સુધી, ચા અને કોફી કાગળના કપમાં આપવામાં આવે છે.
પેપર કપમાં ચા અને કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ઘણા સંશોધનોમાં સામે આવ્યું છે કે કાગળના કપમાં ચા અને કોફીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.
ધ જર્નલ ઑફ હેઝાર્ડસ મટિરિયલ્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, જ્યારે ગરમ પ્રવાહી કાગળના કપની અંદરના વોટરપ્રૂફ લાઇનિંગના સંપર્કમાં આવે છે, ત્યારે અબજો માઇક્રોપ્લાસ્ટિક્સ એક સેકન્ડમાં તમારા પીણામાં ઓળગી શકે છે.
કૉફી અથવા ચા પીવામાં જે 15 મિનિટ લાગે છે, તે દરમિયાન પેપર કપ પરનું માઈક્રોપ્લાસ્ટિકનું પડ તૂટી જાય છે અને પીણામાં ઓગળી જાય છે. . સરેરાશ વ્યક્તિ દરરોજ કાગળના કપમાં ત્રણ કપ ચા અથવા કોફી પીવે છે, જેમાં ચાની સાથે 75,000 નાના માઇક્રોપ્લાસ્ટિક કણોનો ઉપયોગ થાય છે. આ કણો નરી આંખે જોઈ શકાતા નથી.
ડચ નેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર હેલ્થ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં વૈજ્ઞાનિકોને પ્રથમ વખત લોહીમાં માઇક્રોપ્લાસ્ટિક્સ જોવા મળ્યા હતા. પેપર કોફી કપમાં વપરાતા પ્લાસ્ટિક લાઇનર્સ પણ ભારે ધાતુઓ અને ઝેરી ધાતુઓ જેમ કે ફ્લોરાઇડ, ક્લોરાઇડ, સલ્ફેટ અને નાઇટ્રેટને ઊંચા તાપમાને ઓળગે છે જે આપણા શરીર સુધી પહોંચે છે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
આરોગ્યને શું નુકસાન થયા છે
- પેપર કપમાં ચા પીવાથી પ્રજનન ક્ષમતા પર અસર પડે છે
- આ માઇક્રોપ્લાસ્ટિક સ્થૂળતા વધારવા માટે જવાબદાર છે
- તે બાળકોના શરીરમાં વિકાસ સંબંધિત સમસ્યાઓ માટે પણ જવાબદાર છે.
- વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે પેપર કપથી કેન્સર પણ થાય છે.
- પેપર કપનો ઉપયોગ કરવાનું ટાળવું એ બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.