કોણે કહ્યું હું નારાજ નથી ? વાંચો
- ઈન્ડિયા ગઠબંધનની નવાજૂની શું ?
- શું કહ્યું જનતા દળ યુના નેતાએ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક બાદ નવા ફેરફારોથી નારાજગી થઈ હોવાના અહેવાલો અંગે સ્પષ્ટતા કરી હતી. નીતિશ કુમારે જણાવ્યું હતું કે, નારાજગીના અહેવાલો ખોટા છે. મને પદની કોઈ ઈચ્છા નથી, મે શરૂઆતથી સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે, મારે કોઈપણ પ્રકારની જવાબદારી નથી જોતી. હું આગળની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જ પહેલ કરું છું. મને સંયોજક બનાવવાની વાત થઈ હતી, પરંતુ મે જ ના પાડી દીધી હતી.
19મી ડિસેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. તેમાં 28 પાર્ટીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પશ્ચિમ બગાળના સીએમ મમતા બેનર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ગઠબંધનના વડાપ્રધાન પદના દાવેદાર તરીકે પ્રસ્તાવ મૂક્યો હતો.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. બાદમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં નીતિશ કુમારની ગેરહાજરી અંગે અટકળો તેજ થવા લાગી હતી. અહેવાલ વહેતા થયા હતા કે,તેઓ નારાજ થઈને બેઠક જલદી છોડીને જતા રહ્યા હતા.