..અવધ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં નિવૃત્ત જજના કારખાનેદાર પુત્રનો આપઘાત : કારણ અંગે પોલીસ તપાસ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતી અને એસ્ટ્રોન ચોકમાં દાંતના દવાખાનામાં કામ કરતા મહિલા ડેન્ટિસ્ટસે આજે પોતાના ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.જ્યારે બીજા બનાવમાં રાજકોટ નજીક ખાંભામાં આવેલ અવધ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કારખાનું ધરાવતા નિવૃત જજના પુત્રએ કારખાનાની ઓફિસમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા પરિવારમાં ગમગીની છવાઈ છે. જ્યારે આ બંને મામલે પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
પ્રથમ બનાવની વિગતો મુજબ કોઠારીયા રોડ પર ભાવની ચોક પાસે મહેશ્વરી સોસાયટી શેરી નંબર – ૧ માં રહેતા આરતીબેન ચંદુભાઈ ચોટલીયા નામના ૨૭ વર્ષીય મહિલા ડેન્ટિસ્ટ સવારે પોતાના ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. જ્યારે આ બનાવની જાણ ભક્તિનગર પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરતીબેન એક ભાઈ અને એક બેન માં નાના હતા અને તેઓ એસ્ટ્રોન ચોક પાસે આવેલ દાંતના દવાખાનામાં ડેન્ટિસ્ટ તરીકે નોકરી કરતા હતા. હાલ પોલીસ દ્વારા મોતનું કારણ જાણવા વધુ કાર્યવાહી હાથધરી છે.
બીજા બનાવની વિગત અનુસાર રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર વિમલનગર-1માં પુષ્કરધામ મંદિર પાછળ રહેતાં દિવ્યેશભાઈ રમેશચંદ્ર રાજ્યગુરૂ (ઉ.વ.37) લોધિકામાં આવેલ ખંભામાં અવધ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દિવ્યરાજ નામનું પ્લાસ્ટિકનું કારખાનું ધરાવે છે. ગઈકાલે બપોરે તે પોતાના કારખાને આવેલ ઓફિસમાં ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે જાણ થતાં લોધિકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પરિવાર પણ અજાણ હોવાનું જણાવ્યું હતું.મૃતકના પિતા રમેશચંદ્ર શિવશંકરભાઈ રાજ્યગુરૂ નિવૃત જજ હોવાનું જાણવા મળેલ હતું. તેમજ તે એક ભાઈ એક બહેનમાં નાનો અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. જ્યારે અપઘાતનું રહસ્ય જાણવા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ReplyForward Add reaction |