રાજકોટ SRPના કમાન્ડન્ટ પર્યાવરણપ્રેમી મહિલા IPS સુધા પાન્ડેયે પથરાળ જમીનને વન બનાવી દીધુ
પર્યાવરણ ક્ષેત્રના પડકારો વચ્ચે મહિલા અધિકારી સુધા પાંડેએ પર્યાવરણ સરક્ષણ અને સંવર્ધનની દિશામા એક મહત્વપુર્ણ પહેલ કરીને ૫૦ હજાર વૃક્ષો વાવ્યા

રાજકોટ એસઆરપી જુથ-૧૩ના કમાન્ડન્ટ પર્યાવરણપ્રેમી મહિલા આઇપીએસ સુધા પાન્ડેય જેમણે એક બે નહિ પરતું આખું જંગલ ઉગાડવાનું બીડુ ઝડપ્યુ છે. તેમણે પોતાના ફરજકાળ દરમિયાન જયાં જયાં ફરજ બજાવી ત્યા વેરાન વિસ્તારને હરિયાળો બનાવી દીધો છે. ગુજરાતમા જાપાનની મિયાવાકી પદ્ધતિથી આખું જંગલ વાવવાની પહેલ કરી અને ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં તેમના ફરજકાળ દરમિયાન આ મહિલા અધિકારી પથરાળ જમીનને વન બનાવી દીધુ જે જગ્યા જ્યા જ્યા વેરાન વિસ્તાર હતો ત્યા અસખ્ય પશુ-પક્ષીઓ, પતંગિયા, મધમાખીઓ,સસલાં જેવા પ્રાણીઓને નવુ ઘર મળ્યુ છે.

પર્યાવરણ પ્રત્યેની આ મહિલા અધિકારીની નવી પહેલ સાથે આઈપીએસ સુધા પાન્ડેય એસઆરપીના જવાનોને રચનાત્મક કામમા જોતરી તેમને વ્યસનોથી દૂર રાખી અને તેઓને પર્યાવરણ અભિમુખ બનાવ્યા છે. અત્યાર સુધીમાં આઇપીએસ સુધા પાન્ડેય એ ૫૦ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે. રાજકોટમાં એસઆરપી જુથ-૧૩ ઘંટેશ્વર ખાતે ૧૨૦૦૦ વૃક્ષો મીયાવાકી પધ્ધતીથી વાવવામાં આવ્યા છે. પર્યાવરણ ક્ષેત્રના આ પડકારો વચ્ચે પોલીસ વિભાગના આઈ.પી.એસ. અધિકારી સુધા પાન્ડેય એ અને પોલીસ જવાનોએ પર્યાવરણ સરક્ષણ અને સંવર્ધનની દિશામા એક મહત્વપુર્ણ પહેલ કરીને પ્રત્યક્ષ કાર્ય કરીને બતાવ્યુ છે.

`વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, ખુબ ઓછી જગ્યામાં વધુ વૃક્ષો ઉગાડી શકાય અને ૯૦% સફળતાપૂર્વક વૃક્ષો ઉગે તે પધ્ધતીથી વૃક્ષો ઉગાડવામાં આવે છે. પોલીસ વિભાગમાં સૌપ્રથમ મીયાવાકી પધ્ધતીથી વૃક્ષો વાવવાની શરૂઆત આઇપીએસ સુધા પાન્ડેય દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ એસઆરપી જુથ-૧૩ના કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં આઈ.પી.એસ. અધિકારી સુધા પાન્ડેય મૂળ યુ.પી.ના પ્રતાપગઢના છે. તેઓના પિતા નિવૃત ડી.વાય.એસ.પી. છે અને માતા ગૃહિણી હતા. ૨૦૦૫મા ૠઙજઈ દ્વારા સીધી ભરતીના નાયબ પોલીસ અધિક્ષક બન્યા બાદ ૨૦૧૭મા તેમને આઈપીએસમાં નોમિનેશન મળ્યું. હાલ તેઓ રાજકોટ એસઆરપી જુથ-૧૩ના કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. આઇપીએસ સુધા પાન્ડેય જયાં ફરજ બજાવે છે ત્યા પર્યાવરણને લઈ ખૂબ સારુ કામ કરે છે. વૃક્ષો તેમજ કેમ્પમા રહેલા ઘરના કિચન વેસ્ટ તથા મેસ વેસ્ટને ફેંકી દેવાને બદલે તેમાંથી ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામા આવે છે. જેનો ઉપયોગ જંગલોના ઉછેરમા કરવામા આવે છે. તેમજ ઝાડના ખરેલા પાનને પણ નજીકના ઝાડના થડ પાસે નાંખી દેવાય છે. જેથી તે ખાતર બની જાય છે. નવા તૈયાર થનારા જગલોમા લુપ્ત થતા વૃક્ષો વાવવામાં આવે છે.

તેઓ જ્યારે કચ્છ-ભચાઉ એસઆરપી કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં ત્યારે ત્યા કેમ્પસની પથ્થરાળ અને રેતાળ જર્મીનમાં ૧૦૦થી વધુ પ્રજાપતિના ૪૦,૦૦૦ વૃક્ષો ઉછેરી વેરાન જગ્યાએ વન ઊભું કરી દીધું. તેઓ એસઆરપી ગ્રુપ-૨, અમદાવાદ ખાતે હતા ત્યારે મિયાવાકી જંગલોનું નિર્માણ કરવાનુ અભિયાન ચલાવેલ. કચ્છમાં પાણીની ખેંચ હતી એટલે કેમ્પસમાં વાતા પાણી-સુખદ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પાણીનો ઉપયોગ કર્યો. કેમ્પસના કિચન વેસ્ટ અને અન્ય જૈવિક કચરાથી ખાતર તૈયાર કરાવ્યું. રોપાની ડીમાન્ડ હોવાથી કેમ્પસમાં જ નર્સરી ઊભી કરી વરસાદી પાણીના સગ્રહ માટે તળાવ બનાવ્યું.

પાચ વર્ષ પૂર્વે થયેલી શરૂઆતનો સમગ્ર ગુજરાતમા અમલ
આઇપીએસ સુધા પાન્ડેયે આ મિયાવાકી જંગલ બનાવવાની શરૂઆત ૨૯/૦૭/૨૦૧૯ના રોજ અમદાવાદ એસઆરપી જુથ-૨ થી કરી અને ત્યારબાદ જ્યા જ્યા ફરજ બજાવી ત્યા મિયાવાકી પધ્ધતિથી નાના વિસ્તારમા પણ અઢળક વૃક્ષો વાવી જંગલ બનાવ્યું. આઈપીએસ સુધા પાન્ડેયની આ પધ્ધતિ અગે સરકારે ગુજરાતના તમામ એકમના પ્રતિનિધિને પણ વાકેફ કરી મિયાવાકી પદ્ધતિથી અનેક સ્થળોએ ૫૦ હજારથી વધુ વૃક્ષો ઉગાડ્યા.