પીએમ મોદીનો સુરતમાં રોડ શો, જુઓ ફોટોસ
પીએમ મોદી આજે સુરતની મુલાકાતે છે. તેઓ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ગાટન કર્યું એરપોર્ટ પર ઉતર્યા બાદ ડાયમંડ બુર્સ સુધી જતી વખતે તેમણે રોડ શો કર્યો હતો. પીએમ મોદીની ઝલક મેળવવા સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. લોકો 4 કિલોમીટર સુધી ચાલીને આવ્યા હતા.

ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઈન્ટરકનેકટેડ બિલ્ડીંગ છે. રૂ.3400 કરોડના ખર્ચે 35.54 એકર વિશાળ જગ્યામાં નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરત રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બનશે સાથે જ 1.5 લાખ લોકોને રોજગારી મળશે. જેની વિશેષતાઓની વાત કરીએ તો બુર્સની 4500થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલી છે. જ્યાં 67,૦૦૦ લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે તેવી ક્ષમતા છે. સાથે જ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ આવેલ છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરેની સુવિધાઓ પણ છે.

અહી દુનિયાભરના ડાયમંડ રો-મટિરિયલની હરાજી, રફ, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, સ્ટડેડ જ્વેલરી, ડાયમંડ-ગોલ્ડ-સિલ્વર-પ્લેટિનમ જ્વેલરી સહિતની હાઈ વેલ્યુ ગુડ્ઝ મોટી માત્રામાં અહીં ખરીદ-વેચાણ માટે ઉપલબ્ધ બનશે.

