ઈરાન જવા માટે ભારતીયોને વિઝા નહી લેવા પડે
ઈરાને ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત 33 નવા દેશોના વિઝિટર્સ માટે વિઝાની અનિવાર્યતા રદ્દ કરી નાખી છે. આથી હવે ઈરાનની યાત્રા પર જવા માટે ભારતીય નાગરિકોને વીઝાની જરૂર નહીં રહે. ઈરાનની સાંસ્કૃતિક વિરાસત, પર્યટન અને હસ્તશિલ્પ મંત્રી અઝાતુલ્લા જર્ગહામીએ જણાવ્યું કે આ પગલું દુનિયાભરના દેશોથી વધારે પ્રવાસીઓને આકર્ષિત કરવા અને ઈરાનની યાત્રા કરનાર પર્યટકોની સંખ્યાને પ્રોત્સાહન આપવા માટે ભરવામાં આવી રહ્યું છે.