રાજકોટમાં પારેવડી ચોકથી કૈસરે હિન્દ પુલ સુધી સર્જાતો ટ્રાફિકજામ
- સાઈડ બધ કરાતી હોવાથી ટ્રાફિક સર્જાતો હોવાનો વેપારીઓનો મત: કેટલાક વાહનચાલકો ટ્રાફિકજામમા ફૂટપાથ પર ચલાવે છે વાહન
- સિટી બસ ઉભી રહ્યા બાદ પાછળ લાગે છે વાહનોના થપ્પા: રામનાથ પરા જવા
- તરફ આડેધડ વાહનો ઘૂસેડતા કેટલાક વાહનચાલકો પણ સર્જે છે ટ્રાફિક સમસ્યા
રાજકોટ શહેરમા ટ્રાફિક સમસ્યા હળવી કરવા જરૂરિયાત પ્રમાણે અનેક બ્રિજ બન્યા પરતુ ટ્રાફિકની માથાના દુખાવા સમાન આ સમસ્યા હળવી થઈ નથી. શહેરના મુખ્ય રસ્તાઓ પર છાશવારે સર્જાતી ટ્રાફિકજામની સ્થિતિને કારણે વાહનચાલકો લાબા સમય સુધી ટ્રાફિકમા ફસાયા છે. શહેરના પારેવડી ચોકથી લઈને કૈસરે હિન્દ પુલ સુધી પણ આ સમસ્યા સર્જાય છે અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માટે ક્યાક ટ્રાફિક પોઈન્ટ તો વળી ક્યાક કેટલાક આડેધડ વાહન ચલાવતા વાહનચાલકો પણ જવાબદાર છે.
કૈસરે હિન્દ પુલ શરૂ થાય છે ત્યા રામનાથ પરા જવા માટે જમણી બાજુ વળવુ પડે છે ત્યારે વાહનચાલકો આડેધડ નીકળતા હોવાને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તો વળી વોર્ડન જ્યા સુધી ઊભા હોય ત્યારે ટ્રાફિક ક્લિયર કરાવે છે પરતુ બાદમા એને એ જ સ્થિતિ જોવા મળે છે.

બીજી તરફ કેસરી પુલ પૂરો થતા પારેવડી ચોકમા પણ આ પરિસ્થિતિ સર્જાય છે. અહીથી ગ્રીનલેન્ડ ચોકડી જવા માટે ભારે વાહનો પણ પસાર થાય છે. અહી ટ્રાફિક પોઈન્ટ છે પરતુ કેટલીકવાર સાઈડ બધ કરવામા આવે છે જેના કારણે ચેક કૈસરે હિન્દ પુલ પૂર્ણ થાય છે ત્યા સુધીનો ટ્રાફિકજામ થાય છે. પારેવડી ચોકમા સિટી બસ ઊભી રહેતી રહેતી તેના કારણે બસની પાછળ વાહનોના થપ્પા લગતા હોવાનુ આ વિસ્તારના વેપારીઓ કહી રહ્યા છે.

એવુ નથી કે ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા વોર્ડન કામગીરી કરતા નથી પરતુ કેટલીકવાર કેટલાક વાહનચાલકોને પણ એટલી બધી ઉતાવળ હોય છે કે આડેધડ વાહન ચલાવે છે અને જગ્યા ન હોવા છતા પોતાના વાહનો નાની-નાની જગ્યાએ ઘૂસેડી દે છે. જેના કારણે ટ્રાફિકજામ થાય છે અને અન્ય વાહનચાલકો પણ ફસાય છે. આ ઉપરાત મહત્વનુ છે કે, ટ્રાફિક પોઈન્ટ પર ડાબી બાજુની જગ્યા વળવા માટે ખુલ્લી રાખવાની હોય છે પરતુ કેટલાક વાહનચાલકો અહી પણ વાહનો ઊભા કરી દે છે જેના કારણે ડાબી બાજુ વળવા વાળા વાહનચાલકોને વગર કારણે ટ્રાફિક પોઈન્ટ પર ઉભા રહેવુ પડે છે.
પારેવડીચોકમા સવારના ૧૧ થી ૧૨૩૦ દરમિયાન સર્જાતો ટ્રાફિકજામ કૈસરે હિન્દ પુલ પૂર્ણ થાય ત્યા સુધી જોવા મળે છે. ત્યારે આ સમસ્યાથી વાહનચાલકોને ક્યારે છુટકારો મળે તે તો જોવુ જ રહ્યુ.

બિનજરૂરી સાઈડ બધ કરાવાય છે: ચિરાગ બોરિયા
પારેવડી ચોકમા દુકાન ધરાવતા વેપારી ચિરાગ બોરિયાએ અહી સર્જાતી ટ્રાફિક સમસ્યા અગે વોઇસ ઓફ ડેને જણાવ્યુ હતુ કે, કેસરીપુલથી મોટા વાહનો પસાર થતા હોય તેમજ અમુક વાહનચાલકો પણ અણઆવડત મુજબ વાહણોચાલવે છે જે ટ્રાફિક સમસ્યા સર્જે છે. એમણે વધુમા કહ્યુ હતુ કે, સવારના ૧૦ થી ૧૨ દરમિયાન બિનજરૂરી સાઈડ બધ કરવામા છે જેના કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે.

ટ્રાફિક એવો થાય છે કે એમ્બ્યુલન્સ પણ નીકળી શકતી નથી: લલીત મસદ
અન્ય એક વેપારી લલિતભાઈ મસદએ જણાવ્યુ હતુ કે, સિટી બસ રોડ પર જ બસ ઊભી કરી ડે છે જેના કારણે પાછળના વાહનો નીકળી શકતા નથી. જ્યારે ટ્રાફિક જામ થાય છે ત્યારે લોકો ટ્રાફિકમાથી નીકળવા માટે ફૂટપાથ પર પણ વાહન ચલાવે છે. ક્યારેક તો એવો ટ્રાફિક જામ થાય છે કે અહીથી એમ્બ્યુલન્સને પણ નીકળવુ બને છે.

સાઈડ બધ કરાવે છે જેના કારણે સમસ્યા સર્જાય છે: વિશાલ ઝાલા
પારેવડી ચોકમા ટ્રાફિક પોઈન્ટ આવેલો છે. જ્યા સવારના સમયે વાહનો પસાર થતા હોય સાઈડ બધ કરવામા આવે છે જેના કારણે વાહનોના થપ્પા લાગે છે. આ ટ્રાફિક સાઈડ બધ કરવાની જરૂર નથી. લોકો સાઈડ બધ ન હોય તો પણ એમને એમ નીકળી શકે છે. ટ્રાફિક સાઈડ બધ કરે છે તેની જરૂર નથી. તેવુ વેપારી વિશાલ ઝાલાએ જણાવ્યુ હતુ.
રોડ પહોળો હોવા છતા સર્જાય છે ટ્રાફિક સમસ્યા: રાજૂભાઈ ગજેરા
અન્ય એક વેપારી રાજુભાઇ ગજેરાનુ પણ એ જ કહેવુ છે કે, અહી રોડ પહોળો હોવા છતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ચોકમા સાઈડ બધ કરવામા આવે છે તેના કારણે વાહનચાલકો ફસાય છે. અહી સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સાદ બધ ન કરવામા આવે તે જ હિતાવહ છે.
