દેશના ટ્રક ડ્રાઈવરોને બખ્ખા, કેન્દ્ર સરકારે કેવો આદેશ જારી કર્યો ? જુઓ
- લાખો ડ્રાઈવરોને શેમાંથી મળ્યો છુટકારો ?
- હવે એમને કેવી સુવિધા મળશે ?
- ટ્રક ઉત્પાદકો પર નવી જવાબદારી
કેન્દ્ર દ્વારા 3 માસ પહેલા જે જાહેરાત થઈ હતી તેનો અમલ કરવાની દિશામાં મોટું પગલું લેવામાં આવ્યું છે. દેશમાં ટ્રકોની ખરાબ વ્યવસ્થાને જોતા કેન્દ્ર સરકારે તમામ ટ્રકોમાં એસી કેબિન ફરજિયાત કરી છે. માર્ગ પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરતા કહ્યું કે, 2025-ઓક્ટોબરથી તમામ નવી ઉત્પાદિત ટ્રકોમાં ડ્રાઈવરો માટે ફૈક્ટ્રી-ફિટેડ એસી કેબિન ફરજિયાત બનશે. થોડા સમય પહેલા જ કેન્દ્રે કહ્યું હતું કે સરકાર આ બાબતે મક્કમ છે અને સત્તાવાર આદેશ જારી થશે. સરકારે તેનો અમલ કર્યો છે અને લાખો ટ્રક ડ્રાઈવરોને બખ્ખા થઈ જશે. ભયાનક ગરમીમાં એમને ડ્રાઇવિંગ નહીં કરવું પડે.
મંત્રાલયે જાહેર કરેલા રાજપત્ર અધિસુચનામાં કહ્યું કે, 1 ઓક્ટોબર, 2025 અથવા ત્યારબાદ બનેલા તમામ N2 અને N3 કેટેગરીના ટ્રકોની કેબિન માટે એર કંડીશનિંગ સિસ્ટમ લગાવવામાં આવશે અને તે 2025 થી ફરજિયાત હશે.
