જસદણ અને વિંછીયામાં 20 લાખનો ગાંજો ઉગાડનાર બે ખેડૂતની ધરપકડ
જીરૂ, રજકો અને કપાસના વાવેતર વચ્ચે ગાંજાના છોડ વાવ્યાંતા
વોઇસ ઓફ ડે રાજકોટ
સુરેન્દ્રનગર બાદ રાજકોટના જસદણ વિંછીયા પંથકમાં ગાંજાનું વાવેતર પોલીસે પડકી પાડયું છે. વિંછીયા પંથકમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યા બાદ ફરી જસદણ પોલીસ અને એસઓજીએ બે સ્થળે દરોડા પાડી 208 કિલો ગાંજાનો જથ્થો કબજે ગાંજાનું વાવેતર કરનાર બે ખેડૂતની ધરપકડ કરી કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
જસદણના કાળાસર ગામની સીમમાં 12 વિઘાની વાડીમાં ગાંજાની વાવેતર કરનાર ધનજીભાઈ નાનજીભાઈ કોતરા ને ત્યાંથી 159.330 કિલોગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતાં. પોલીસે રૂ.15,93,300નો ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. બીજા દરોડામાં એસઓજીએ વિંછીયાના પાટીયાળી ગામે ધીરૂભાઈ ખોડાભાઈ તાવીયાની વાડીમાં કપાસના વાવેતરની વચ્ચે ઉગાડેલો 48.774 કિલો ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરની સૂચનાથી જસદણનાં પીઆઈ આર.એમ.સાકડીયા, એસઓજીના પીએસઆઈ બી.સી.મિયાત્રા, અતુલભાઈ, જયવીરસિંહ, હિતેશભાઈ, અમીતભાઈ, ભગીરથસિંહ, વિજયભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.