ઘંટેશ્વર પાર્કમાં વેપારીના લગ્નમાં 11 લાખની ચોરી: ગઠિયાની શોધખોળ
વધુના નાકની નથણી સરકી અને ગઠિયો રોકડ દાગીના ભરેલું પર્સ ચોરી ગયો
મહેમાન સ્વાંગ રચી ઘૂસેલો શખ્સ વિડીયો શૂટિંગમાં કેદ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટની બેડી યાર્ડના વેપારીના ભત્રીજાના જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્કમાં યોજાયેલા લગ્નમાં મહેમાન બનીને આવેલો ગઠિયો 1 લાખ રોકડ એન ૧૧ લાખના સોના-ચાંદીના દાગીનામળી રૂ.12 લાખની મત સાથેનું પર્સ ચોરી કરી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિડીયો શૂટિંગ અને સીસીટીવીના ફૂટેજમાં એક શકમંદ ઝભ્ભો-કોટી પહેરી આવ્યો હતો અને દાગીના તેમજ રોકડ સાથેનું પર્સ ચોરી ગાયનું ખૂલતાં પોલીસ આ શકમંદની શોધખોળ શરૂ કરી છે.
જંકશન પ્લેટ શેરી નં. ૧૬ રહેતાં અને બેડી માર્કેટીંગ યાર્ડમાં અમર એન્ટરપ્રાઇઝ નામે અનાજ-કઠોળની પેઢી ચલાવતાં મોહનલાલ છતારામ કોટવાણીની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધાયો હતો. કાલાવડ રોડ રાજપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧માં રહેતા મોહનભાઇના નાનાભાઈ ચંદુભાઇના બીજા નંબરના દિકરા જયદિપના ગુરૂવારે ૩૦/૧૨ના રોજ જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક ખાતે લગ્ન યોજાયા હતાં. ચંદુભાઇના વેવાઇ અશોકભાઇ ધરમદાસ તારવાણીના સગા-સંબંધીઓ પણ મોટી સંખ્યામં હાજર હતાં. વરરાજા જયદિપના પત્નિ સારીકાને પહેરામણી કરવા દાગીના લીધા હતાં. જે કાળા કલરના પર્સમાં રાખ્યા હતાં. આ પર્સ ભાણેજ ખ્યાતી સુમિતભાઇ ખેમચંદાણી પાસે હતું. જે પર્સમાં ૧ લાખ રોકડા અને ૧૧ લાખના દાગીના હતાં. લગ્ન મંડપમાં ફેરાની વિધી ચાલુ હતી ત્યારે કન્યા સારીકાની નથણી નીકળી જતાં ખ્યાતિ પોતાની પાસેનું રોકડ-દાગીનાનું પર્સ નીચે મુકી સારીકાની નથડી સરખી કરવા ગઇ હતી. આટલી વારમાં જ ૧ લાખની રોકડ અને ૧૧ લાખના દાગીના સાથેનું પર્સ ચોરી થઈ ગયું હતું.
ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા ડીસીપી,એસીપી સાથે યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટેશ્વર પાર્ક ખાતે પહોંચ્યો હતો. લગ્નના વિડીયો શૂટિંગ અને સીસીટીવી કેમેરા ચેક કરતાં એક શકમંદ ચોર કેદ થયો છે. આશરે ૨૦-૨૫ વર્ષનો આ ગઠિયો મહેમાનના સ્વાંગમાં લગ્ન પ્રસંગમાં ઘુસીને ચોરી કરી ગયો હોય પોલીસ દ્વારા તેણી તસવીર સાથે નાકાબંધી કરાવી આ ચોરીની ઘટના બાદ પોલીસે જામનગર રોડ આસપાસ તેમજ માધાપર ચોકડી સહિતના માર્ગો ઉપર ચેકિંગ કર્યું હતું.