ઈન્ડિયા ગઠબંધનના પીએમ પદના ઉમેદવાર અંગે સોનિયાએ શું કરી નવી વાત ? જુઓ
સોનિયા ગાંધીએ નવો સંકેત આપીને ચર્ચા જગાવી, ખડગેની વિચારધારાના વખાણ કર્યા
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ઈન્ડિયા ગઠબંધનમાં અત્યારથી જ વડાપ્રધાનપદના ઉમેદવારને લઈને ચર્ચા શરૂ થઈ છે. સોનિયા ગાંધીએ એક નવો જ સંકેત આપીને ગઠબંધનમાં આંતરિક ચર્ચા શરૂ કરાવી છે. ખડગેને પીએમ પદના ઉમેદવાર બનાવવાનો એમણે સંકેત આપ્યો હતો.
ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભા ચૂંટણી લડી શકે છે. જેની સામે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા દ્વારા હજુ સુધી કોના નેતૃત્વમાં ચૂંટણી લડાશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર માટે રાહુલ ગાંધી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નામ સામે આવી રહ્યા હતા. પરંતુ, આ દરમિયાન સોનિયા ગાંધીએ ખડગેને મોટી જવાબદારી સોંપવાનો સંકેત આપ્યો હતો.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિતના મોટા નેતાઓ વિપક્ષી નેતાઓએ 2024ની લોકસભા ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેની મોટી ભૂમિકાની હિમાયત કરી છે. આ વાત નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ પર લખવામાં આવેલ પુસ્તક મલ્લિકાર્જુન ખડગેઃ પોલિટિકલ એન્ગેજમેન્ટ વિથ કમ્પેશન, જસ્ટિસ એન્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના લોન્ચિંગ સમયે સામે આવી હતી.
આ દરમિયાન વિપક્ષી નેતાઓએ ઈન્ડિયા ગઠબંધનની એકતાને મજબૂત કરવાનો પણ સંકલ્પ લીધો હતો. ઉપરાંત કેટલાક લોકોના મંતવ્ય મુજબ ખડગેએ આ જૂથનું નેતૃત્વ કરવું જોઈએ.
સોનિયા ગાંધીએ ભાષણ દરમિયાન ખડગેની વિચારધારાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, તેમનું શાનદાર જીવન અને કાર્યના મુલ્ય આધુનિક ભારતના સ્થાપકો માટે એક ઉદાહરણ આપે છે. તેમની હિંમત, અને બુદ્ધિમત્તાને લીધી પાર્ટી પરનું ભારણ ઘણું ઓછુ થયું છે. આજે તેઓ કોંગ્રેસ પાર્ટીને નિર્ણાયક તબક્કે દોરી રહ્યા છે. સત્તામાં રહેલા લોકો બંધારણીય અને સંસ્થાકીય મૂલ્યો, પ્રણાલીઓ અને સિદ્ધાંતોનો નાશ કરી રહ્યા છે.