તમને પણ મળી શકે છે ફ્રી માં નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન….જાણો કેવી રીતે…
પોપ્યુલર ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર લગભગ દરેક લેટેસ્ટ ફિલ્મ આવે છે. ત્યારે જે લોકો થિયેટરમાં ફિલ્મ જોવા જઈ શકતા નથી અથવા ટિકિટનો ખર્ચ બચાવવા ઈચ્છે છે તો તે ઓનલાઈન ફિલ્મ જોઈ શકે છે પણ નેટફ્લિક્સ દરેક લોકોને પરવડતુ નથી. નેટફ્લિક્સના પ્લાન ઘણા મોંઘા હોય છે, જેનું સબ્સક્રિપ્શન લેતા પહેલા લોકો વિચારે છે. ત્યારે અમે તમને જણાવીશું કે તમે ફ્રીમાં સબ્સક્રિપ્શન કેવી રીતે મેળવી શકો છો.
જો તમે એરટેલ કે જિયોના યુઝર છો તો તમે નેટફ્લિક્સના ફ્રી સબ્સક્રિપ્શનનો ફાયદો ઉઠાવી શકો છો. આ બંને ટેલીકોમ કંપની પોતાના યુઝર્સની સુવિધા માટે રિચાર્જ પ્લાનમાં જ ઓટીટી પ્લેટફોર્મના ફ્રી સબ્સક્રિપ્શનની ઓફર આપે છે. આ પ્લાનને લીધા બાદ તમે નેટફ્લિક્સના મોંઘા રિચાર્જથી છુટકારો મેળવી શકો છો. એટલે તમારે નેટફ્લિક્સના સબ્સક્રિપ્શન માટે અલગથી પૈસા નહીં ખર્ચવા પડે.
જિયો પોતાના યુઝર્સને નેટફ્લિક્સના સબ્સક્રિપ્શનની ઓફર કરે છે. તેમાંથી એક 1099 રૂપિયાનો પ્રીપેડ પ્લાન છે, જે દરેક દિવસ 2 જીબી-5જીબી ડેટા ઓફર કે છે, જિયોનો બીજો પ્લાન 1499 રૂપિયાનો છે. જેમાં તમને દરરોજ 3 જીબી ડેટા મળે છે.
એરટેલ પોતાના યુઝર્સને પ્રીપેડ પ્લાનમાં નેટફ્લિક્સનું ફ્રીમાં સબ્સક્રિપ્શન ઓફર કરે છે. તેમાં એરટેલનો 1499 રૂપિયાનો પ્લાન નેટફ્લિક્સ જોવાનો મોકો આપે છે. આ પ્રીપેડ પ્લાન 84 દિવસની વેલેડિટીની સાથે આવે છે અને ડેલી 3જીબી ડેટા ઓફર કરે છે.
તમારામાંથી ઘણા લોકો વિચારે છે કે જેવી રીતે બાકી ઓટીટી પ્લેટફોર્મ- એમેઝોન પ્રાઈમ, જિયો સિનેમા અને ડિઝની હોટસ્ટારની જેમ નેટફ્લિક્સ પર પણ 1 મહિનાના ફ્રી ટ્રાયલનો ફાયદો ઉઠાવી શકાય છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પોપ્યુલર ઓટીટી પ્લેટફોર્મે પોતાના ટ્રાયલનું ઓપ્શન બંધ કરી દીધુ છે. એટલે તમે નેટફ્લિક્સ પર ફ્રી ટ્રાયલ એન્જોય કરી શકતા નથી.