રગડો-સેન્ડવીચ-પેટીસ: ત્રીજી પેઢીએ સ્વાદઅકબંધ’: ખાવા માટે લાઈન’માં ઉભું રહેવું પડે !!
રાજકોટના બહુ જૂજ લોકો એવા હશે જેમણે રામભાઈ રગડાવાળા'ની વાનગીનો સ્વાદ નહીં માણ્યો હોય !
૫૦ વર્ષ પહેલાં રેંકડી શરૂ કરીપાવલી’માં વેચાતી પ્લેટ આજે ૩૦ રૂપિયે પહોંચી પણ એક વખત ખાધાં બાદ લોકો સાંઈનો ટેસ્ટ એટલે કહેવું પડે' કહ્યા વગર રહી શકતાં નથી
અત્યારે કુંડલિયા કોલેજ પાસેથી પસાર થાવ એટલે ટોળું જોઈનેશું થયું હશે’ તેમ માનીને ઘણા લોકો ગભરાય છે પરંતુ ધ્યાનથી જુએ એટલે ખબર પડે કે આ તો ખાણીપીણીની મોજ માણી રહ્યા છે !!
રગડો-સેન્ડવિચ, રગડો-સમોચા, દાળ-પકવાન અને રગડો-પેટીસ એ સાંઈ'ની સ્પેશ્યાલિટી, ઘણા દુકાનદારોએકોપી’ કરવાનો પ્રયત્ન કર્યો પણ ફાવ્યા નહીં
રાજકોટમાં ખાણી-પીણીના શોખીનો એટલા છે જેઓ ભરપેટ જમ્યા બાદ પણ જો તેમને ભાવતી' વાનગીનું નામ સાંભળી લ્યે એટલે મોઢામાં તો પાણી આવી જ જાય છે સાથે સાથે તે વાનગીને ખાવા માટે તલપાપડ બની જતા હોય છે ! એટલા માટે જ રાજકોટને રંગીલું અને ખાણીપીણીનું શોખીન શહેર ગણવામાં આવી રહ્યું છે. શહેરમાં અત્યારે ખાણીપીણીના અનેક ધંધાર્થીઓ એવા છે જેમની ત્રીજી-ચોથી પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલી છે ત્યારે આવા જ એક ખવડાવાની શોખીન એવારામભાઈ રગડાવાળા’ કે જેમની ત્રીજી પેઢી અત્યારે શહેરની ટે્રડિશનલ વાનગી રગડો-સેન્ડવીચ-પેટીસ ખાણીપીણીના શોખીનોને પીરસી રહી છે. એકંદરે વ્યવસાયને ૫૦ વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં ટેસ્ટમાં કોઈ ફરક પડ્યો નથી સાથે સાથે શહેરના બહુ જૂજ લોકો એવા હશે જેમણે રામભાઈ રગડાવાળા'ની વાનગીનો આસ્વાદ માણ્યો ન હોય ! રામભાઈના પુત્ર વસંત (સાંઈ)એ જણાવ્યું કે રગડો-પાંઉ, પેટીસ-રગડાનું સૌથી પહેલું વેચાણ પિતા રામભાઈએ ૫૦ વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. આ વેચાણ તેમણે બંગડીબજારમાં શરૂ કર્યું હતું અને જોતજોતામાંઉપડી’ પણ ગયું હતું. આ પછી તેમણે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય પાછળ કે જે કુંડલિયા કોલેજ તરફનો રસ્તો છે ત્યાં આ વાનગીઓ વેચવાનું શરૂ કર્યું હતું. એ સમયે એક પ્લેટ પાવલી' મતલબ કે ૨૫ પૈસામાં વેચાતી હતી.
આ પછી ૧૯૮૩ની સાલથી તે વ્યવસાય સાથે જોડાયા હતા અને પિતાના પગલે પગલે વાનગીઓ વેચવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત બંગડી બજારની પહેલી રેંકડી પણ હજુ સુધી યથાવત છે અને ત્યાં એટલી જ સંખ્યામાં લોકો ખાણીપીણીનો સ્વાદ માણી રહ્યા છે. એકંદરે ૫૦ વર્ષ પહેલાં રેંકડી શરૂ કરીપાવલી’માં વેચાતી પ્લેટ આજે ૩૦ રૂપિયે પહોંચી પણ એક વખત તેનો સ્વાદ માણ્યા બાદ લોકો સાંઈનો ટેસ્ટ એટલે કહેવું પડે' કહ્યા વગર રહી શકતાં નથી તે રામભાઈના રગડાનો વૈભવ છે. ઘણી વખત અજાણ્યા લોકો કુંડલિયા કોલેજ પાસેથી પસાર થાય એટલે ખાસ કરીને ૧૨:૩૦થી ૧:૩૦ વાગ્યા વચ્ચે લોકોને ટોળે વળેલા જોઈને ગભરાય જાય છે કેઅહીં શું થયું હશે ?’ જો કે ધ્યાનપૂર્વક જુએ એટલે તેમને ખ્યાલ આવે છે કે અહીં કશું જ નથી થયું બલ્કે લોકો અહીં રગડા-પેટીસની જ્યાફત ઉડાવી રહ્યા છે !!
`સાંઈ’ની સ્પેશ્યાલિટીની વાત કરીએ તેો રગડો-સેન્ડવિચ, રગડો-સમોચા, દાળ-પકવાન અને રગડો-પેટીસ એ તેની ખૂબી છે. તેની આ વાનગીની ઘણા દુકાનદારોએ કોપી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સાંઈની જેમ લોકોને આકર્ષી શક્યા નથી.
બેન્ક, કોર્ટ-પોલીસ કર્મી સહિતના રગડા'ના નિયમિતબંધાણી’
વસંતના જણાવ્યા પ્રમાણે આમ તો બાજુમાં આવેલી સ્કૂલ-કોલેજને ધ્યાનમાં રાખી અહીં રેંકડી શરૂ કરવામાં આવી હતી પરંતુ વિદ્યાર્થીઓની સાથે સાથે હવે બેન્ક, કોર્ટ તેમજ પોલીસ કર્મી સહિતના લોકો પણ રગડા-પેટીસ, દાળપકવાન, પેટીસ રગડાના `બંધાણી’ બની ગયા છે અને નિયમિત અહીં વાનગીનો ટેસ્ટ માણવા માટે આવી રહ્યા છે.
આશ્ચર્યમ્ ! `સાંઈ’ને હજુ ડુંગળી કાપતાં નથી આવડતી !
વસંત (સાંઈ)એ નિખાલસપણે એકરાર કરતાં કહ્યું કે તેને હજુ સુધી ડુંગળી કાપતા આવડતી નથી પરંતુ તે રગડો, પેટીસ, સેન્ડવિચ સહિતની વાનગીઓ બનાવવાનું બરાબર જાણે છે અને પિતા જેવો જ સ્વાદ જળવાઈ રહે તે પ્રકારે મહેનત કરીને દરેક વસ્તુ તૈયાર કરે છે.
સાંઈ' જેવી સેન્ડવિચનો સ્વાદ બીજે ક્યાંય નહીં મળતો હોવાનો ઘણા લોકોનોમીઠો’ ઠપકો
`રામભાઈ રગડાવાળા’ લખેલી બ્લુ કલરની રેંકડી ઉપર નિયમિત રીતે નાસ્તાની મોજ માણતા લોકો ઘણી વખત વસંત એટલે કે સાંઈને મીઠો ઠપકો પણ આપતાં સાંભળવા મળે છે કે સાંઈ, તારા જેવી સેન્ડવિચ જેવો સ્વાદ બીજે ક્યાંય નથી મળતો, એવું તો શું નાખે છો !! આ સાંભળીને બધા હસ્યા વગર રહી શકતા નથી.
`રામભાઈ રગડાવાળા’નો ઘણોખરો પરિવાર આ જ વ્યવસાયમાં
રામભાઈ રગડાવાળાના મોટા પુત્ર કલ્લુભાઈ, નાનો પુત્ર વસંત (સાંઈ), વસંતનો ભાણેજ, ભત્રીજો સહિતના અલગ-અલગ વિસ્તારમાં રગડા-પેટીસની રેંકડી રાખીને વ્યવસાય કરી રહ્યા છે. જ્યારે વસંત (સાંઈ)નો પુત્ર કુંડલિયા કોલેજ પાસે પિતાની મદદ કરે છે. આ ઉપરાંત વસંતના પત્ની સહિતના પરિવારના મહિલાઓ પણ વાનગી બનાવવામાં મદદરૂપ થાય છે.
સેન્ડવિચ તો બટર-ચીઝની જગ્યાએ તેલથી જ શેકેલી મજા આવે
વસંત (સાંઈ)એ હસતાં હસતાં જણાવ્યું કે ઘણા લોકો અત્યારે સેન્ડવિચમાં બટર, ચીઝનો ભરપૂર ઉપયોગ કરે છે ત્યારે હું કહેવા માંગીશ કે સેન્ડવિચનો સાચો સ્વાદ તેલમાં તળેલી કે શેકેલી હોય તો જ મજા આવે અને વધુ ખવાય…એટલા માટે જ મેં ક્યારેય સેન્ડવિચ બનાવવામાં કોઈ જ પ્રકારની છેડછાડ કરી નથી.
સાત કલાકમાં ૨૦૦થી ૨૫૦ પ્લેટ ચપોચપ ખવાઈ જાય છે
કુંડલિયા કોલેજ પાસે ઉભી રહેતી `રામભાઈ રગડાવાળા’ નામની રેંકડી પર સવારે ૯થી બપોરે ૩ વાગ્યા સુધીમાં રગડા-પેટીસ, દાળ-પકવાન, પેટીસ-રગડાની ૨૦૦થી ૨૫૦ પ્લેટ ચપોચપ ખવાઈ જતી હોવાનો અંદાજ છે. જો કે તેમાં વધારો હોઈ શકે પરંતુ ઘટાડો તો બિલકુલ જ નહીં !!
