દેશના અર્થતંત્રએ કેવી ગૌરવભરી સ્થિતિ પ્રાપ્ત કરી ? જુઓ
ભારતની અર્થવ્યવસ્થા સાચી અને સારી દિશામાં આગળ વધી રહી છે તેવા અહેવાલો વિદેશી રેટિંગ એજન્સીઓ દ્વારા અનેકવાર અપાયા છે અને તે હવે યથાર્થ પુરવાર થઈ રહ્યા છે. ભારત પહેલીવાર 4 ટ્રિલિયન ડૉલરને પાર કરીને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ જ નજીક છે. જે 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાની ખૂબ જ નજીક છે. વડાપ્રધાન મોદીએ દેશના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાની વારંવાર વાત કરી છે.
જીડીપીના આંકડા દર્શાવે છે કે ભારતે 18 નવેમ્બર, 2023 ના રોજ આ મુકામ હાંસલ કર્યું હતું. ભારતના જીડીપીનું કદ પ્રથમ વખત 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. હવે આ સાથે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ચોથા ક્રમના જર્મની અને ભારતની જીડીપી વચ્ચેનો તફાવત હવે ઘણો ઓછો છે.
થોડા દિવસો પેહલા જ વિશ્વની બે મોટી રેટિંગ એજન્સીઓએ એવો અહેવાલ આપ્યો હતો કે ભારતની વિકાસની રફતાર બરાબર આગળ ચાલી રહી છે અને ફુગાવો ચિંતાજનક હોવા છતાં વિકાસ વધુ થવાનો છે. બીજા દેશો કરતાં ભારતની અર્થવ્યવસ્થા સાચી દિશામાં આગળ ચાલી રહી છે.