બાલીની ટુર બુકિંગના નામે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષીકા સાથે રૂ.2.34 લાખની ઠગાઇ
નિર્મલા કોન્વેન્ટના શિક્ષીકાની ફરિયાદને આધારે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો
રાજકોટથી બાલી ફરવા જવા માટે ટૂર પેકેજનું ઓનાલઇનબૂકીંગ કરાવનારા શિક્ષીકા સાથે રૂા. ૨.૩૪લાખની છેતરપિંડી થતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો નોંધાયો છે.
યુનિવર્સિટી રોડ હરિનગર-૨/ડી ખાતે રહેતાંઅને નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં છંદાબેનસોમનાથભાઇ પાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ નિવૃત બેંક કર્મચારીછે અને પુત્ર સૌરભ અમદાવાદમાં સોફટવેર એન્જિનિયર છે અને પુત્રીઅનુષ્કા કેનેડામાં નોકરી કરે છે. પરિવાર સાથે બાલી દેશની ટૂરમાં જવુ હોવાથી ગઈતા.૨ માર્ચના રોજ ગુગલ પર સર્ચ કરતા હતા ત્યારે એક વેબસાઈટ જોવા મળી હતી.જેમાં ટુર પેકેજની માહિતી હતી. તેમાં આપેલી વિગતો સાથે ફોર્મ ભર્યા બાદ બીજા દિવસે એકયુવતીનો ફોન આવ્યો હતો. જેણે પોતાનું નામ આરોહી જણાવી પેરેમાઉન્ટટ્રાવેલ્સ ફરીદાબાદથી બોલતી હોવાનું કહ્યું હતું. જેણે સાથે સાત દિવસ અનેઆઠ રાત માટેના પેકેજની વાત કરતાં હોટલ બુકીંગ, ફલાઈટની ટિકીટ વગેરે મળી કુલરૂા.૩,૪૮,૦૦૦નું પેકેજ આપ્યું હતું. આ પેકેજ પસંદ આવતાં છંદાબેને યુવતીએ જણાવેલ યુપીઆઈ આઈડી પરરૂા.૩૪૮૦૦ અને જે બેન્ક ખાતા નંબર આપ્યા હતાં તેમાં બે લાખ ટ્રાન્સફરકર્યા હતા. ત્યારબાદ ટિકીટની માહિતી માટે કોલ કરતાં આરોહી રિસીવ કરતી નહતી. બીજો જે નંબર આપ્યો હતો તેના પર કોલ કરતાં નિત્યા નામની યુવતીએ જવાબઆપ્યો હતો. જેણે કહ્યું કે પોતે હાલ ગોવા બ્રાંચ ખાતે છે. આરોહી બાબતેપૂછતાં તે રજા ઉપર હોવાનું કહ્યું હતું. ત્યારબાદ આરોહીનો કોલ આવ્યોઅને તેણે હોટેલના ફોટાઓ અને એર ટીકીટના ફોટાઓ પણ મોકલ્યા હતાં. જેના પીએનઆર નંબર આપ્યો હતો તેના આધારે થાઈએરમાં તપાસ કરતાં તે નંબર ખોટો હોવાનો અને કોઈ બુકીંગ નહીં હોવાનુંજણાવાયું હતું. છંદાબેન પાલની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમપોલીસ વધુ તપાસ શરૂ કરી છે.