દીલ્હી સહિત ઊત્તર ભારતના અનેક ભાગોમાં 5.6 નો ફરી ભૂકંપ
કોઈ નુકસાની નથી, 3 દિવસમાં બીજીવાર ધરા ધ્રૂજતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા
દીલ્હી અને એનસીઆર સહિત આજે બપોર બાદ ફરી સમગ્ર ઊત્તર ભારતના અનેક ભાગોમાં ભૂકંપ આવ્યો હતો. ઉત્તર ભારત ભૂકંપનું એપિસેન્ટર બન્યું હોવાનું જણાઈ રહ્યું છે. એક અઠવાડિયામાં બીજી વાર દિલ્હી સહિત ઉત્તર ભારતમાં મોટો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આજના ભૂકંપની તીવ્રતા 5.6 હતી તેમ સત્તાવાર રીતે જણાવાયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી.
આટલો મોટો ભૂકંપ જાનહાની પણ સર્જી શકે છે. સદનસીબે આટલા મોટો ભૂકંપમાં કોઈ જાનહાનીની ખબર નથી. ઉલ્લેખનીય છે કે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શુક્રવારે પણ આટલા જ સ્કેલમાં ભૂકંપ આવ્યો હતો. અહીં અવારનવાર ભૂકંપ આવતાં રહે છે.
શુક્રવારના ભૂકંપની જેમ આ વખતના ભૂકંપનું કેન્દ્રબિંદુ પણ નેપાળમાં જ હતું અને 10 કિલોમીટરની ઉંડાઈએ હતું. જો કે કોઈ જાનહાનિ થઈ નહતી અને કોઈ ઘાયલ પણ થયા નહતા.