ગૂગલનાં Pixel 8 અને Pixel 8 Proમાં હવે મળશે 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ
ગૂગલે ગયા મહિને એટલે કે ઓક્ટોબર 2023માં ભારતમાં Pixel 8 અને Pixel 8 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. આ Google ઉપકરણો દેશમાં ફક્ત 128 જીબીના સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. હવે દેશમાં Google Pixel 8 અને Pixel 8 Proના તદ્દન નવા વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. બંને લેટેસ્ટ મોડલમાં યુઝર્સને 256GB સ્ટોરેજનો વિકલ્પ મળશે.
Pixel 8 ના 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 82,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે પ્રો વેરિઅન્ટ 1,13,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે.
જો તમારી પાસે SBI ક્રેડિટ કાર્ડ છે, તો તમે EMI ટ્રાન્ઝેક્શન પર 3,500 રૂપિયા અને નોન-EMI ટ્રાન્ઝેક્શન પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. Pixel 8 ના 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની વાત કરીએ તો, તેની કિંમત 75,999 રૂપિયા છે અને Pixel 8 Proના 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,06,999 રૂપિયા છે.
Pixel 8 Proમાં 6.7 ઇંચની ફુલ HD + AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીન 1-120Hz ડાયનેમિક રિફ્રેશ રેટ સાથે આવે છે. સ્માર્ટફોનમાં હવે 12 જીબી રેમ સાથે 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે.
કેમેરા વિશે વાત કરીએ તો, ફોનમાં પાછળના ભાગમાં 50MP પ્રાઇમરી ટ્રિપલ કેમેરા સેટઅપ છે. ફોનમાં 50MP પ્રાઇમરી, 48MP અલ્ટ્રા-વાઇડ અને 48MP ટેલિફોટો લેન્સ છે.