રાજકોટમાં 8 લાખ રોકડ અને 30 લાખના હીરાની ચોરી
મવડી પ્લોટમાં શ્રીજી ડાયમંડ પેઢીને નિશાન બનાવતા તસ્કરો
કટરથી તિજોરી કાપી 38 લાખની ચોરથી પોલીસની ઊંઘ હરામ
રાજકોટમાં દિવાળીના તહેવાર પહેલા ચોર-લૂંટારુ ટોળકી સક્રિય થઈ છે. રાજકોટમાં કારના કાચ તોડી ચોરીની ઘટના બાદ મવડીમાં હીરાનાકારખાનાને તસ્કરોએ નિશાન બનાવી કારખાનાની તિજોરીમાંથી 8 લાખની રોકડ અને 30 લાખની કિંમતના 12000 નંગ હિરા મળી 38 લાખની ચોરી કરી જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. તસ્કરોનું પગેરૂમેળવવા પોલીસે હાલ સીસીટીવી ફુટેજના સહારે તપાસશરૂ કરી છે.
રાજકોટના મવડી ગામ નજીક બાપાસિતારામચોકમાં સીવીક ઇમ્પેક્ષ નામના કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે શ્રીજી ડાયમંડ પેઢીધરાવતા માધાપર ચોકડી પાસે રહેતા મુકેશભાઈ ગોપાલભાઈ દુધાત્રાએ આ અંગે પોલીસને જાણ કરતાં એસીપી ભાર્ગવ પંડયા સાથે તાલુકા પોલીસ મથકના પીઆઇ વી. આર. પટેલ અને ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મુકેશભાઇ સોજીત્રાસુરતથી હિરાનો જથ્થો મંગાવી કામ કરે છે. બુધવારે નિત્યક્રમ મુજબ તે સાંજે પાંચ વાગ્યે પોતાનું કારખાનું બંધ કરીને ઘરે જવા ગયા બાદમાં દિવાળીના તહેવાર હોવાથી ગુરુવારે વહેલી સવારે તે પેઢીએ આવતા શટર અડધુ ખુલ્લુ હતું અને ઓફીસની અંદરની તિજોરી તુટેલ હતી તેમાં રાખેલ 8 લાખ રોકડ અને 30 લાખની કિંમતના 12000 નંગ હિરા મળી 38 લાખની ચોરી થયાનું માલુમ થયું હતું. જો કે આ હિરાના બિલનહીં હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા
આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કારવમાં આવી રહી છે. કારણ કે, કારીગરોને દિવાળીનાપગાર અને ઉપાડ અને બોનસ માટે રોકડ રકમ તિજોરીમાં રાખી હતી અને હિરાનું પાર્સલ ગુરુવારે જ રવાના કરવાનું હતું તે કોઈ અંદરની વ્યક્તિ જ જાણતી હોય કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકાવ્યક્ત થઈ રહી છે. મુકેશભાઈની માલિકીના હિરાના કારખાનામાં 25 થી 30 જેટલા કારીગરો કામ કરે છે. તમામની પોલીસે પૂછપરછ કરી છે તેમજ કોમ્પલક્ષ તેમજ બાપાસિતારામચોકમાં લગાડેલા સીસીટીવી ફુટેજના સહારે પોલીસે તપાસ શરૂ કરી છે.