Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સંઘર્ષ અને મુશ્કેલીઓ વચ્ચે ખડૂત પુત્રીની સંગીતની સૂરીલી સફર

Thu, November 2 2023

રાજકોટમાં સપ્તક સંગીત સંસ્થા ચલાવતા લીલાબેને પરિવારના વિરોધ વચ્ચે પણ સંગીતની આરાધના છોડી નહીં

ખેતરમાં હળ ચલાવનાર લીલાબેન ગુરુ રૂપે અનેક સંગીત પ્રેમી ઓના જીવનમાં ખુશીના સૂર રેલાવી રહ્યા છે.

હાલમાં દરેક ક્ષેત્રમાં જ્યાં જુઓ ત્યાં દીકરા કરતાં દીકરી વધુ આગળ આવી રહી છે અને અનેક સિદ્ધિઓ મેળવીને પ્રગતિનાં પંથે ચાલી રહી છે. આપણે સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે, ત્યારે આજે આપણે એક સામાન્ય ખેડૂત પરિવારની પુત્રીની  વાત કરવાની છે જેણે પડકારનો સામનો કરી સંગીતની ધૂણી ધખાવી લાંબો સંઘર્ષ કરી નેશનલ એવોર્ડ પણ મેળવ્યા છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દરેડી કુંભાજી ગામના લીલાબેન લાખાભાઈ રાખોલીયા  જે હાલ રાજકોટમાં સપ્તક સંગીત સંસ્થા ચલાવે છે.  જેમણે પરિવારના વિરોધ વચ્ચે પણ સંગીતની આરાધના છોડી નહીં અને પૈસા મેળવવા લોકોનાં ઘરે કપડાં-વાસણ ધોવાનું કામ પણ કર્યું અને સફળતા મેળવી. લીલાબેનનું  જીવન એવું બદલાયું કે,  એક સમયે ખેતરમાં હળ ચલાવનાર લીલાબેન આજે સંગીતના વિશારદ  બનીને ગુરુ રૂપે અનેક સંગીત પ્રેમી ઓના જીવનમાં ખુશીના સૂર રેલાવી રહ્યા છે. લીલાબેન  પટેલનો સંગીત સાથેનો સંબંધ  ૩૫ વર્ષ જૂનો છે.

તેમણે પોતાના જીવનમાં સંગીતની સફરમાં અનેક સંઘર્ષ અને મુશ્કેલી સહન કરી છે.

લીલાબેન વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમના પિતા લખાભાઈ ખુદ પુત્રી  સંગીત શીખે તેના  માટે રાજી નહોતા, પરંતુ એમણે આવા અનેક વિપરીત સંજોગમાં ક્યારેય પીછેહઠ કર્યા વગર આગળ વધ્યા અને શાસ્ત્રીય સંગીતમાં રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવ્યો. ગોંડલ તાલુકાનું દરેડી કુંભાજી ગામે ખેડૂત પરિવારની પુત્રી લીલાબેન નાના હતા ત્યારે આખો દિવસ ખેતમજૂરી કરે ત્યારે માંડ ૩૦-૩૫ રૂપિયા રોજ મળે. તે ધોરણ 10 ની પરીક્ષા આપવા પહેલી વખત તાલુકામથક ગોંડલ આવ્યા અને નાના શહેરમાં લોકોનાં સુખ-સુવિધા જોઇ

એને અચરજ થયું અને વિચાર આવ્યો કે ક્યાં આપણુ ગામડાનું પરિશ્રમી જીવન અને ક્યાં આ શહેરોનું આરામદાયક જીવન,ત્યારથી લીલાબેનના મનમાં શહેરના એ વિચાર સતત ઘૂમતા હતા. આ સપનાને સાકાર કરવા શિક્ષણ જરૂરી હતું, પણ ગોંડલ સુધી અભ્યાસ કરવા જવા માટે રોજા ભાડાના રૂપિયા ન હતા. પછી નાનપણમાં લીલાબેનને સંગીતમાં રુચિ લાગી. એ ક્ષેત્રે આગળ વધવા ખૂબ સંઘર્ષ કર્યો શરૂઆતમાં શાળામાં બાલસભામાં પ્રાર્થના ગવડાવવાનું શરૂ કર્યું લીલાબેન જ્યારે 10 ધોરણની પરીક્ષા આપવા ગોંડલ આવ્યા ત્યારે તેમણે કેટલાક વિદ્યાર્થીઓને સંગીતના વર્ગોની ચર્ચા કરતા સાંભળ્યા અને પોતે પણ સંગીત શીખવાનો વિચાર કર્યો. દરેડી કુંભાજી પરીક્ષા આપી પરત આવીને પિતાને વાત પછી પરતું પિતા લાખાભાઈએ ટો સંગીત શીખવા માટે ચોખ્ખી ના પાડી દીધી. છતાં લીલાબેન અભ્યાસ માટે જવાનું કહી પિતાને મનાવ્યા અને થોડા રૂપિયાની બચત કરી  ૧૯૮૪માં ગોંડલની મોંઘીબા સ્કૂલના એક  સંગીતશિક્ષક પાસે સંગીત શીખવાનું શરૂ કર્યું.

સારો અવાજ અને સંગીત શીખવાની ઉત્કંઠા હોવાથી સંગીત શિક્ષકે લીલાબેનને  પ્રોત્સાહન આપ્યું. લીલાબેન સંગીત શિખતા હતા ત્યારે ગોંડલમાં યુવક મહોત્સવનું આયોજન થયું હતું અને યુવક મહોત્સવની એક સ્પર્ધામાં એક વિધાર્થીની ગેરહાજર રહેતા લીલાબેનને રાજકોથી આવેલ સગીત ગુરુ બાબુભાઈ અંધારિયા અને ચંદુભાઈ રાઠોડે તક આપી અને લીલાબેનનો પ્રથમ નંબર આવ્યો પછી તો બાબુભાઈ અને બીજા કલાકારોએ લીલાબેનને  સંગીત શીખવા રાજકોટ  આવવાનું કહ્યું અને લીલાબેને પોતના પરિવારને  સમજાવીને રાજકોટની વાટ પકડી અને સંગીત માટેના પડાવની શરૂઆત રાજકોટથી થઈ  રાજકોટ આવ્યા બાદ સંગીતની વિશારદની પદવી મેળવવા માટે લીલાબેન એક હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે અભ્યાસ અને હોસ્ટેલનો ખર્ચ કાઢવા માટે લીલાબેને થોડા સમય માટે કપડાં અને વાસણ ઘોવાનું  પણ કામ કર્યું તેમણે પોતાની સંગીતની કારકિર્દીમાં આગળ વધવા અનેક મુશ્કેલી વેઠી અને તે દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો અને એવોર્ડ મેળવી નામના મેળવી.

લીલાબેને એમએ સુધીનો અભ્યાસ કર્યો હોવાથી રાજકોટમાં તેમણે કોટક સ્કૂલ અને બાદમાં રાજકુમાર કોલેજ અને એસએનકેમાં સંગીત શિક્ષક તરીકે નોકરી કરી બાદમાં તેમણે હજુ આગળ વધવું હતું જેથી વર્ષ 2001માં લીલાબેને સપ્તક મ્યુઝિક એકેડમીની સ્થાપના કરી અને 50 થી 60 વિધાર્થી સાથે શરૂ કરેલી આ સંસ્થા હાલ ઊચી ઉડાન ભરી રહી છે. અને ભારત અને વિદેશના અનેક વિધાર્થીઓ લીલાબેન પાસે સંગીત શીખીને તેમનું નામ રોશન કરી રહ્યા છે. લીલાબેન ફિલ્મો કે સુગમ સંગીત નહિ પરતું શુધ્ધ શાસ્ત્રીય સંગીત શિખડાવે છે. લીલાબેને જે કઈ પ્રસિધ્ધિ મેળવી છે તે માત્ર અને માત્ર સંગીતને આભારી છે.

સપના તૂટયા પણ આશા ન મૂકી

લીલાબેને જ્યારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં  ભાગ લીધો અને એવોર્ડ મેળવ્યો ત્યારે લીલાબેનના અખબારમાં ફોટા છપાયા ત્યારે તેમના પિતાને ગામના લોકોએ અખબારમાં ફોટો છપાયાની વાત કરતાં પિતા લાખાભાઈ રાજકોટ આવ્યા અને લીલાબેનને સંગીત શિખડાવનાર શિક્ષકને મળ્યા અને દરેડી કુંભાજી પરત લઈ ગયાના બીજા દિવસે ભાઈને મોકલી લીલાબેનને રાજકોટ થી પરત ગામડે તેડાવી લીધા. લીલાબેન ના પિતા એવું માનતા હતા કે પુત્રી હાર્મોનિયમ વગાડે તો કોઈ તેની સાથે લગ્ન નહિ કરે, આ ઘટનાથી લીલાબેનની સંગીતની સફર અધવચ્ચે અટકી પડી તેમના સપના તૂટતા હોય એવું લાગ્યું કારણ કે લીલાબેન ફરી ગામડે ખેતી કામ કરવા લાગ્યા દોઢ વર્ષ બાદ પિતાનું અવસાન થયું અને બાદમાં 1994માં ઘરની જવાબદારી લીલાબેન ઉપર આવી જેથી લગ્નમાં પણ વિલંબ થયો અંતે લીલાબેન પરિવાર સાથે દરેડી કુંભાજીથી રાજકોટ આવ્યા અને નોકરી કરવાનું નક્કી કર્યું અને સંગીત શિક્ષક તરીકે નોકરીએ લાગ્યા બાદ પોતાની સંગીત એકેડમી શરૂ કરી રાજકોટમાં ડો. અમૃતલાલ પટેલ સાથે તેમના લગ્ન થયા.  

Share Article

Other Articles

Previous

જસદણ નજીકથી રૂ.1.37 લાખના દારૂ-બીયર  ભરેલી કાર પકડાઈ

Next

મીઠામાં પણ ગરબડ ? ૬ સ્થળેથી નામાંકિત `નમક’ના નમૂના લેવાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
21 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

લગડી જેવા ૯ પ્લોટ વેચી ૪૧૬ કરોડ કમાશે મનપા
રાજકોટ
1 વર્ષ પહેલા
DEOની નોટિસનો ઉલાળીયો: ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે રાજકોટના સ્કૂલ સંચાલકોનું દબાણ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રથયાત્રાનો પ્રારંભ : ભગવાન મંદિરની બહાર ભક્તોને દર્શન આપવા નીકળ્યા
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
કોમેક્સમાં ટેકનિકલ ઇસ્યુને કારણે વૈશ્વિક સોદાઓ અટક્યા : ગોલ્ડ, સિલ્વર સહિતના કરોડો,અબજોના વ્યવહારોને અસર
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર