ઈન્ડિયા ગાંઠબંધનના તમામ ટોચના નેતાઓની ધરપકડ કરી ભાજપ ચુંટણી જીતવા માંગે છે
આપના સંસદ સભ્ય રાઘવ ચઢ્ઢાનો આરોપ: આ પ્રકારની તૈયારી થઈ રહી છે
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ઇડીએ સમન્સ મોકલ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપ ઉપર સતત શાબ્દિક હુમલા અને આરોપોનો સિલસિલો ચાલી રહ્યો છે. હવે આપણાં સાંસદ રાઘવ ચઢ્ઢાએ એવો આરોપ મૂક્યો હતો કે, ઈન્ડિયા ગઠબંધનના તમામ ટોચના નેતાઓને જેલમાં મોકલવાની તૈયારી ભાજપ સરકાર દ્વારા થઈ રહી છે.
એમણે કહ્યું કે, ભાજપ હવે જીતી શકી એમ નથી માટે કેજરીવાલને જેલમાં મોકલીને દિલ્હીની લોકસભાની બધી 7 સીટ જીતી લેવા માંગે છે. કેજરીવાલ બાદ હવે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનો વારો ચડશે. ત્યારબાદ બિહારમાં રાજદના તેજસ્વી યાદવને પકડી લેવામાં આવશે. આ સિલસિલો રોકાવાનો નથી. ભજપ ચુંટણીમાં જીતી શકે એમ નથી. તે વાતનો અંદાજ તેને આવી ગયો છે માટે બધા ટોચના નેતાઓને જેલમાં નાખવા માંગે છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીની ધરપકડ પણ થઈ શકે છે. ત્યારબાદ કેરળ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓની ધરપકડ પણ થઈ શકે છે. આ બધા જ રાજ્યોમાં ભાજપ લોકસભાની બેઠક જીતવા માંગે છે.
