ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટ કર્મચારીની બદનક્ષી બદલ 5 હજાર ડોલરનો દંડ
ફરીવાર બદનક્ષી કરે તો જેલભેગા કરવાની અદાલતે ચેતવણી આપી
અમેરિકી ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂયોર્ક સિવિલ ફ્રોડ કેસમાં કોર્ટના ચાવીરુપ કર્મચારીની સોશિયલ મીડિયા પર બદનક્ષી કરતી પોસ્ટ બદલ પાંચ હજાર અમેરિકન ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો . ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટની અવમાનની કાર્યવાહીમાંથી બચી ગયા છે. જજે કોર્ટના કર્મચારીની સામે તેમણે કરેલા બદનભક્ષીભર્યા લખાણને હટાવવાનું કહ્યુ હોવા છતાં પણ ટ્રમ્પે દૂર ન કરતા કોર્ટ ગુસ્સે થઈ હતી.
ન્યાયાધીશ આર્થર એન્ગોરોને જણાવ્યું હતું કે ટ્રમ્પ કોર્ટના તિરસ્કારની કાર્યવાહીમાંથી બચવામાં સફળ એટલા માટે રહ્યા છે કે આ તેમનો પહેલી વખતનો ગુનો છે અને કોર્ટનું નિરીક્ષણ હતું કે જો તેઓ આ રીતે જ વર્તતા રહેશે અને કોર્ટના ઓર્ડરનો ભંગ કરીને કોર્ટના સ્ટાફ પર વ્યક્તિગત હુમલો કરતા રહેશે તો તેમને જેલમાં પૂરવાની પણ ફરજ પડી શકે છે.
એન્ગોરોને તેના આદેશમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ હવે કોર્ટની ચેતવણીનો તબક્કો વટાવી ચૂક્યા છે, પરંતુ તેમણે કોર્ટને સામાન્ય દંડ કરવાનું નક્કી કર્યુ છે, કારણ કે ટ્રમ્પના વકીલોએ જણાવ્યું હતું કે વેબસાઇટે અજાણતા જ આ પોસ્ટ જાળવી હતી અને આ પ્રથમ વખત જ નિયમનો ભંગ છે.