પ્રેમ સંબંધ તોડી નાખનાર મહિલા ઉપર પ્રેમીનો હુમલો
ચંદ્રેશનગર મેઇન રોડ ઉપર આવેલા વિશ્વનગરમાં રહેતી માધવીબેન રઘુભાઈ ખાંભલા નામની 28 વર્ષની પરણીતા ઉપર પરેશ ગોલતર નામના શખ્સે હુમલો કરતાં સારવાર માટે ખસેડાઇ હતી. માધવીબેને રઘુ ખાંભલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં બે પુત્ર છે પ્રેમ લગ્ન બાદ માધવીબેન ખાંભલા લોધીકાના ચાંદલી ગામે કેટરર્સમાં ગઈ હતી ત્યારે પરેશ ગોલતર સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો અને છેલ્લા છ મહિનાથી માધવીએ સંબંધ રાખવાની ના પાડી હોવા છતાં પરેશ ગોલતર અવાર નવાર ઘરે આવી ધરાર સંબંધ રાખવા ધમકી આપી માર ફૂટ કરતો હતો જેની જાણ પતિને થતા પતિએ પણ ઘર બહાર કાઢી મૂકી હોવાનો માધવીબેન ખાંભલાએ આક્ષેપ કર્યો છે.