હમાસને ઊત્તર કોરિયાના હથિયારો મળ્યા
ઇઝરાયલની સેનાને પુરાવા મળ્યાનો દાવો, આ હથિયારોથી હમાસે આગ વરસાવી હતી
ઈજરાયલની સેનાને પોતાને ત્યાં 7 ઓક્ટોબરે થયેલા ભયાનક હમાસના હુમલામાં મહત્વની જાણકારી મળી છે. ઇઝરાયલ દ્વારા જપ્ત કરાયેલા હથિયારોથી ખબર પડી છે કે હમાસને હુમલો કરવા માટે ઊત્તર કોરિયાના હથિયારો મળ્યા હતા. સેનાનો આ દાવો ચોંકાવનારો છે. તેનાથી એક નવી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
સેનાએ કહ્યું છે કે હમાસે આ હથિયારોથી જ ઇઝરાયલ પર આગ વરસાવી હતી. સતત ગોળીબાર અને ધડાકા કર્યા હતા. જો કે કીમ જોંગ ઊનની સરકારે આ વાતને રદિયો આપ્યો છે. આ હથિયારોની ઓળખ દક્ષિણ કોરિયાએ પણ કરી છે. ઈઝરાયલની સેનાને એવા પુરાવા મળ્યા છે કે નોર્થ કોરિયા દ્વારા હજુ પણ હમાસને હથિયારો આપવાનું ચાલુ જ રાખવામાં આવ્યું છે.
7 ઓક્ટોબરે ઇઝરાયલની ધરતી પર થયેલા હુમલામાં 1700 લોકોના મોત થયા હતા. હમાસના લડાકુઓએ 20 મિનિટમાં 5000 રોકેટ છોડ્યા હતા. આ હવાઈ હુમલાને લઈને ઇઝરાયલની સેના કહે છે કે આ હથિયારો ઊત્તર કોરિયાના હતા. દક્ષિણ કોરિયા તરફથી મળેલી ગુપ્ત માહિતી મુજબ પણ હથિયારો ઊત્તર કોરિયાના હોવાનું બહાર આવ્યું છે.