ભ્રષ્ટાચારના મામલામાં વધુ એક કોંગી નેતા સામે કાર્યવાહી
પંજાબમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ખેચતાણ ચાલુ જ રહી છે. કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવતા મામલો વધુ ગરમ બન્યો છે. આજે વહેલી સવારે પોલીસે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીરસિંહની વહેલી સવારે તેમના ઘરેથી ધરકપડ કરી હતી.
કુલબીર સિંહ ઝીરા પર પોતાના સમર્થકો સાથે બીડીપીઓ ઓફિસમાં બળજબરીથી ઘૂસવા, સરકારી કામમાં વિક્ષેપ પાડવા અને ઓફિસની અંદર ધરણા કરવાનો આરોપ છે. પંજાબ પોલીસે આજે સવારે લગભગ 5 વાગ્યે તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ પહેલા અરવિંદ કેજરીવાલે કોંગીના નેતાઓ સામે આવા કોઈ પગલાંની જરૂર નહીં હોવાનો સધિયારો આપ્યો હતો પણ બંને પક્ષો વચ્ચે પંજાબમાં ટસલ વધી રહી છે.