સમગ્ર ઘટનામાં પોલીસે પણ એક તરફી કાર્યવાહી કર્યાનો આક્ષેપ
છૂટાછેડા લીધા બાદ વૃધ્ધના ઘરમાં ધરાર ઘૂસી રહેતી મહિલા સામે પણ અનેક ફરિયાદો
અમદાવાદના વસ્ત્રાપુરમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિતના સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ મામલે કીર્તિ પટેલે વોઇસ ઓફ ડે સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે તે ગોયલ પાર્કમાં રહેતા રામનિવાસ અગ્રવાલની મદદ માટે મિત્રો સાથે ગઈ હતી અને પોલીસે આ મામલે સત્ય હકીકત જાણ્યા વિના એક તરફી કાર્યવાહી કરી ફરિયાદ નોંધી છે. ખરેખર રામનિવાસ અગ્રવાલ જેમણે રમીલાબેન મકવાણાના સાથે છૂટાછેડા લીધા બાદ રમીલાબેન મકવાણા ધરાર તેમણે સાથે રહી રામનિવાસ અને તેમના ઘરમાં પીજી તરીકે રહેતા વિધાર્થીઓને યેનકેન પ્રકારે પરેશાન કરતી હોય અને તોડફોડ કરતી હોયએક વિધાર્થીએ રમીલાના ત્રાસ માંથી મુક્તિ માટે કીર્તિ પટેલની મદદ માંગી હતી અને કીર્તિ પોતાના સાથી મિત્રો સાથે ગોયલ પાર્કમાં ગઈ ત્યારે રમીલાએ માથાકૂટ કરતાં કીર્તિ પટેલે જ પોલીસને જાણ કરી ત્યાં બોલાવી હતી અને પોલીસે આ મામલે બંને પક્ષની સત્ય હકીકત જાણ્યા વગર એક તરફી કાર્યવાહી કર્યાનો આક્ષેપ ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલે કર્યો છે અને આ મામલે વૃદ્ધ રામ નિવાસને ન્યાય અપાવવા માટે આગામી દિવસો માં પણ લડત ચાલુ રાખશે.
ગોયલ પાર્કમાં રહેતા રામનિવાસ અગ્રવાલે અગાઉ રમીલાબેન મકવાણા સામે પોલીસમાં અનેક વખત ફરિયાદ કરી છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નહિ હોવાનો રામ નિવાસ અગ્રવાલે પણ આક્ષેપ કર્યો છે. ગોયલ પાર્કમાં રહેતા રામનિવાસ અગ્રવાલના લગ્ન રમીલા સાથે વર્ષ 2014માં થયા હતા. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા નામદાર ફેમીલી કોર્ટ દ્વારા પરસ્પર સંમતિથી ડાયવોર્સ મેળવવા માટે હીન્દુ મેરેજ એક્ટની કલમ-૧૩(બી) મુજબ ફેમીલી સ્યુટ નં. ૧૨૭૯/૨૦૧૯ ફેમીલી કોર્ટ સમક્ષ ડાયવોર્સ પીટીશન ફાઈલ કરેલ હતી જેમાં નામદાર ફેમીલી કોર્ટ દ્વારા રામનિવાસ અગ્રવાલે તા. ૧૩-૧૧-૨૦૧૯ ના રોજ હુકમ મુજબ છુટાછેડાની સંમતિ સાથે રૂ.૧૮,૦૦,૦૦૦ આપી છૂટાછેડા લીધા હતા અને અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા તેની સાથે પણ મનમેળ નહિ આવતા રમીલા મકવાણાએ છૂટાછેડા લઈ ફરી રામ નિવાસ સાથે રહેવા આવી ગઈ હતી અને દરરોજ ઝગડા કરી પોલીસ બોલાવી ખોટી રીતે હેરાન કરતી હોય તેમજ રામ નિવાસ અગ્રવાલના ઘરે પીજી તરીકે રહેતા વિધાર્થીઓ ને પણ હેરાન કરતી હોય એક વિધાર્થીએ રમીલાબેનના ત્રાસ સામે કીર્તિ પટેલની મદદ માંગી હતી અને કીર્તિ પટેલ તેના મિત્રો સાથે ગોયલ પાર્કમાં રામનિવાસ અગ્રવાલના ઘરે પહોંચી ત્યારે રમીલા મકવાણાએ માથાકૂટ કરી હતી અને કીર્તિ પટેલે જ પોલીસને જાણ કરી હોય વસ્ત્રાપુર પોલીસ ગોયલ પાર્કમાં
દોડી ગઈ હતી. આ સમગ્ર મામલે રામનિવાસ અગ્રવાલે અગાઉ કરેલી અરજી ને ધ્યાને લીધા વિના પોલીસે આ મામલે રમીલા મકવાણાની ફરિયાદ ને આધારે કીર્તિ પટેલ સહિતના સામે ગુનો નોંધ્યો હોય આ મામલે રામનિવાસ અગ્રવાલને ન્યાય અપાવવા માટે ગયેલી ટિકટોક સ્ટાર સામે થયેલી ફરિયાદ બાદ તેના ચાહકો પણ આ મામલે તથસ્થ તપાસ કરી ન્યાયની માંગ કરી રહ્યા છે.
પોલીસે કીર્તિ સાથે કરેલું વર્તન પણ અયોગ્ય
મામલાની જાણ થયા બાદ પોલીસ જ્યારે ગોયલ પાર્કમાં પહોંચી ત્યારબાદ રમીલાબેનની ફરિયાદને આધારે પોલીસે કીર્તિ પટેલની અટક કરી ત્યારે કોઈ મહિલા પોલીસને જાણ કરી સ્થળ ઉપર બોલાવવાને બદલે પોલીસે જે રીતે કીર્તિ પટેલની અટક કરી પોલીસ મથકે લઈ જવામાં આવી ત્યારે પોલીસ કર્મચારીએ મર્યાદાનો ભંગ કરી અયોગ્ય રીતે કાર્યવાહી કરી હોવાના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને આ મંમલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવશે.