કારમા પરાજય પછી પાકિસ્તાને દૂધમાંથી પોરા કાઢ્યા, કહ્યું ICC નહીં BCCIની ઈવેન્ટ હોય તેવું લાગતું હતું
પાકિસ્તાન ટીમના ડાયરેક્ટર મિકી આર્થર આ હાર પચાવી ન શક્યા અને મેચ બાદ તેણે બીસીસીઆઈ પર કટાક્ષ કર્યો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારતે પાકિસ્તાનને કારમો પરાજય આપી દીધા બાદ આ પરાજય પાકિસ્તાનને પચ્યો નથી. આ મેચ બાદ પાકિસ્તાની ટીમ ડાયરેક્ટર મિકી આર્થરનું મોટું નિવેદન સામે આવ્યું છે. મેચ બાદ તેણે બીસીસીઆઈ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તે આઈસીસી ટૂર્નામેન્ટ જેવું નહતું લાગતું. મિકી આર્થરે કહ્યું કે આ ટૂર્નામેન્ટને જોતા એવું લાગે છે કે આ કોઈ દ્વિપક્ષીય શ્રેણી છે. ‘સાચું કહું તો, તે ICC ઇવેન્ટ જેવું લાગતું ન હતું લાગતું પણ એવું લાગી રહ્યું હતું કે BCCIની ઇવેંટ હોય. મેચ દરમિયાન મેં માઈક્રોફોન દ્વારા મને દિલ દિલ પાકિસ્તાન સાંભળવા ન હતું મળ્યું. આ બાબતોની અસર મેચના પરિણામ પર પડે છે.’
આ બાબત મેચમાં મહત્વની ભૂમિકા ભજવે
આર્થરે વધુમાં કહ્યું કે, ‘આ બાબત મેચમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ હું તેનો બહાનું તરીકે ઉપયોગ કરીશ નહીં, હકીકતમાં, 1 લાખ 32 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં માત્ર થોડા જ પાકિસ્તાની પ્રશંસકો જોવા મળ્યા હતા. બ્લૂ જર્સી પહેરેલા ભારતીય ચાહકોથી સ્ટેડિયમ ભરચક હતું. પાકિસ્તાન તરફથી માત્ર થોડા પત્રકારો અને કેટલાક ખાસ લોકોને મેચ જોવા માટે વિઝા આપવામાં આવ્યા હતા.’
આ વર્લ્ડ કપ મેચ જેવું ન હતું લાગતું
પાકિસ્તાનના મુખ્ય કોચ ગ્રાન્ટ બ્રેડબર્ને પણ કંઈક આવું જ કહ્યું હતું. બ્રેડબર્ને કહ્યું, “સ્વાભાવિક રીતે તે થવું જ હતું. અમે ખરેખર દુખી છીએ કે અમારા ચાહકો અહીં આવી શક્યા નહતા કારણ કે એમને વિઝા મળ્યા નહતા. એ લોકોને અહીં આવવું ગમશે અને મને ખાતરી છે કે ભારતીય ક્રિકેટ ચાહકો પણ અમારા ફેન્સને પસંદ કરશે. “સાચું કહું તો, આ વર્લ્ડ કપ મેચ જેવું ન હતું લાગતું. “