ગંગાજળ ઊપર ૧૮ ટકા જીએસટી એટલે પાખંડ
કોંગીનો પ્રહાર, આ એક પ્રકારની લૂટ છે, સોસિયલ મીડિયા હેન્ડલ પર સવાલો કર્યા
દેશ અને દુનિયાના ભાવિકો માટે અતિ પવિત્ર ગંગાજળ ઊપર લેવામાં આવી રહેલા ૧૮ ટકા જીએસટીણા મુદ્દા પર કોંગ્રેસે ભારે પ્રહારોકાર્યા છે અને તેને લૂટ ગણાવીને આકરી આલોચના કરી છે. પાર્ટીએ સોસિયલ મીડિયા હેન્ડલ પર મણિપુરની સ્થિતિને લઈને એક એનિમેટેડ વિડિયો પણ પોસ્ટ કરીને મોદી સરકારની ટીકા કરી છે.
વિદેઓમાં ચારેકોર ફેલાયેલા મૃતદેહ અને રાજ્ય સળગી રહ્યાના દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે. પોસ્ટમાં એવો સવાલ કરાયો છે કે વડાપ્રધાન હવે મણિપુર ક્યારે જવાના છે ? તેઓ ઊતરખંડ ગયા છે પણ મણિપુર જતાં નથી.
કોંગી પ્રમુખ ખડગેએ ટ્વીટ કરીને કહ્યું છે કે મોદીની પાર્ટીની સરકારે ગંગાજળ ઊપર ૧૮ ટકા જીએસટી લગાવ્યો છે. ગરીબો કેવી રીતે આ જળને ઓર્ડર આપીને મંગાવી શકશે તેનો વિચાર જ કરાયો નથી. આ એક પ્રકારની પાખંડ અને લૂટ છે.