ગુજરાત જીએસટી વિભાગે જુદા જુદા વ્યવસાયકારોને ત્યાં તપાસ કરીને કરચોરી પકડી પડી
રાજ્યના જી.એસ.ટી વિભાગના અધિકારીઓએ રાજકોટ સહીત રાજ્યના ૭ જિલ્લામાં દરોડા પાડીને કુલ ૮.૧ કરોડ રૂપિયાની કર ચોરી પકડી પાડી છે. જી.એસ.ટી વિભાગની આ કાર્યવાહીથી કરચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિરામિક્સ, સ્ક્રેપ, મોબાઇલ ફોન, કોસ્મેટિક આઇટમ્સ, નાસ્તા, હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ, ટૂર ઓપરેટરો, કોચિંગ ક્લાસ અને પ્રિન્ટિંગ સેવાઓ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સામે ક્રેકડાઉન હાથ ધરવામાં આવ્યું હતું.
સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, મહેસાણા અને ડાંગ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા.
GST વિભાગે શોધી કાઢ્યું કે, મોટાભાગની ભૂલ કરનાર સંસ્થાઓ બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર ફર્મ હતી અને તેમણે યોગ્ય બિલ જનરેટ કર્યા વિના વેચાણ કર્યું હતું અથવા સેવાઓ ઓફર કરી હતી