અમદાવાદમાં મધ્યાહન ભોજન પીરસતા પીરસતા મહિલાને હાર્ટએટેક આવતા થયું મોત
અમદાવાદમાં આવેલ વિવેકાનંદ નગરમાં ગુજરાતી શાળા નં.1 માં મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતી મહિલા અચાનક ભોજન પીરસતી વખતે ઢળી પડ્યા હતા. અચાનક મહિલા ઢળી પડતા સ્કૂલનાં સ્ટાફ દ્વારા તાત્કાલિકા 108 ઈમજરન્સીને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ત્યારે ર્ડાક્ટર તેમજ સરકાર પણ હાર્ટ એટેકને લઈ વધુ ચિંતીત છે. તેમજ તેઓ દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા માટેનું સૂચન કર્યું છે.
108 નાં તબીબે તપાસ કરતા મહિલાને મૃત જાહેર કર્યા
મળતી માહિતી મુજબ મધ્યાહન ભોજન પીરસવાનું કામ કરતા મહિલા કર્મચારી જેઓ વિવેકાનંદ નગર ગુજરાતી શાળામાં હેલ્પર તરીકે નોકરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતો. ત્યારે સવારે તેઓ સ્કૂલમાં બાળકોને ભોજન પીરસી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક જ તેઓને છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓ ઢળી પડ્યા હતા. જે અંગેની જાણ સ્કૂલનાં સ્ટાફને કરતા સ્કૂલનાં સ્ટાફે તાત્કાલિકા ઈમરજન્સી 108 ને જાણ કરી હતી. જે બાદ તબીબ દ્વારા સૌ પ્રથમ તો તેઓને પ્રાથમિક સારવા આપી હ્રદય ધબકતું કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતું તેનાથી કંઈ પરિણામ ન આવતા. 108 નાં તબીબ દ્વારા તેઓની તપાસ કરતા મહિલાને મૃત જાહેર કરાયા હતા.
