પતિને ઘર ખાલી કરવાની ધમકી આપતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
રેલનગરની પરણીતાની ફરીયાદ બાદ એસટી ડ્રાઈવર સામે ગુનો નોંધાયો
રેલનગર-૨ શેરી નં. ૨ પાર્થ સ્કૂલની સામે રહેતી છાયાબેન ધર્મેન્દ્ર કાસેટીયા (ઉ.વ.૩૩) નામની પરિણીતાને એસી ડ્રાઈવર પતિ ધર્મેન્દ્રએ મકાન ખાલી કરી જતા રહેવાની ધમકી આપતા છાયાબેને આપઘાતનો પ્રયાસ કરતા આ મામલે પ્ર.નગર પોલીસે પતિ ધર્મેન્દ્ર કાળુભાઇ કાસેટીયા સામે ગુનો નોંધ્યો હતો.
છાયાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે અમરેલી એસ.ટી ડેપો ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા ધર્મેન્દ્રભાઈ કાળુભાઈ કાસેટીયા સાથે ત્રણેક વર્ષ પહેલા અમરેલી ખાતે કોર્ટ રજીસ્ટરથી બીજા લગ્ન હોય આગલા ઘરની એક પુત્રી છે જે સાથે જ રહે છે લગ્ન બાદ એકાદ મહિનો લગ્ન જીવન સારી રીતે ચાલ્યું હતું. બાદમાં પતિ આગલા ઘરની દિકરી બાબતે છાયાબેન સાથે ઝઘડો કરી ત્રાસ આપતાં હતાં.જેથી કંટાળી પુત્રી દીકરી સાથે રાજકોટ માવતરને ત્યાં આવી ગયા હતા. બાદમાં પતિ ધર્મેન્દ્ર કાળુભાઇ કાસેટીયા સાથે સમાધાન થઈ જતાં રાજકોટ રહેવાનું નક્કી કર્યુ હતું અને છેલ્લા દોઢ વર્ષથી રેલનગરમાં રહે છે પતિ ધર્મેન્દ્ર કાળુભાઇ કાસેટીયાએ ફરી આગલા ઘરની પુત્રી બાબતે ઝગડો કરી
ધમકી આપી કે સાંજે પાછો અવુ તે પહેલા તમે મા-દિકરી મારુ ઘર ખાલી કરી જતાં રહેજો નહિતર મારી નાંખીશ તેવી ધમકી દેતાં છાયાબેને આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.