કહેવાય છે કે કિસ્મત ક્યારે ચમકી ઉઠે તેનું નક્કી નહિ. આવોજ એક કિસ્સો બન્યો છે પશ્ચિમ બંગાળમાં. અહી એક વ્યક્તિએ રૂ.40 ઉછીના લઈને લોટરીની ટિકિટ ખરીદી અને લોટરીમાં પ્રથમ ઈનામ લાગતાં તે કરોડપતિ બની ગયો.
પશ્ચિમ બંગાળના મંગળકોટ જિલ્લાના ખુરતુંબાપુર ગામની આ ઘટના છે. અહી રહેતા ભાસ્કર માજી નામનો વ્યક્તિ બકરીઓ પાળીને પોતાનું ગુજરાન ચલાવે છે. તે બસ સ્ટેન્ડ પાસે પોતાની બકરીઓ માટે ઘાસ કાપવા ગયો હતો. લોટરીની ટિકિટ ખરીદવાના તેની પાસે પૈસા ન હતા. તેણે પોતાના ઓળખીતા પાસેથી રૂ.40 ઉછીના લીધા અને પછી રૂ.60ની લોટરી ખરીદી. બપોરે તેને ખબર પડી કે લોટરીમાં પહેલું ઈનામ તેને લાગ્યું છે અને કરોડપતિ બની ગયો છે. તો તેની ખુશીનો પાર ન રહ્યો. આ અંગે ભાસ્કર માજીએ કહ્યું કે, તેનું ઘર માટીથી બનેલું છે. વરસાદના સમયે પાણી ટપકે છે. લોટરીમાં જીતેલા પૈસાથી તે ઘર બનાવશે અને દિકરીઓના લગ્ન માટે લીધેલું દેણું ચૂકવશે.