તું મારો ફોન કેમ ઉપાડતો નથી તેમ કહી ઝગડો કરનાર શખ્સની ધરપકડ
મવડી પ્લોટના ઉદયનગરમાં રહેતા શિવ એજન્સીમાં નોકરી કરતા યુવાનને ચા ની દુકાને નામચીન શખ્સે તું મારો ફોન કેમ નથી ઉપાડતો તેમ કહી સરાજાહેર છરીના ઘા ઝીંકી દેતા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.પોલીસે હુમલાખોરની ધરપકડ કરી હતી.
ઉદયનગર શેરી નં.24 માં અને 150 ફૂટ રીંગ રોડ શિવ એજન્સીમાં નોકરી કરતા તુષારભાઈ રમેશભાઈ જેઠવા (ઉ.વ.25) એ પ્રીતેષ ઉર્ફે દિકુ અલ્પેશ ગોટેચા સામે ફરીયાદ નોંધાવી હતી. તુષાર ઘરેથી મવડી મેઈન રોડ પર આવેલ ચા ની કેબીને સાંજના ચા પીવા ગયો ત્યારે તેનો મિત્ર પ્રીતેશ ઉર્ફે દીકુ ઉભો હતો અને તે પાસે આવીને કહેવા લાગેલ કે, તું કેમ મારો ફોન ઉપાડતો નથી કહેતા તેને કહેલ કે, હું સૂતો હતો એટલે મેં કોઈના ફોન ઉપાડેલ નથી. જેથી તે કહેવા લાગેલ કે, તારે તારા બાપ પ્રિતેષના ફોન તો ઉપાડવા પડે કહી ગાળો આપી સરા જાહેર પગમાં છરીનો એક ઘા ઝીંકી દિધો હતો. આ બનાવમાં પોલીસે નામચીન પ્રીતેષ ઉર્ફે દિકુની ધરપકડ કરી હતી.તે અગાઉ પણ માલવીયાનગર પોલીસ મથકના મારામારી, ચોરી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો છે.