રાજકોટ જીલ્લામાં ચોરી કરતી ટોળકી સામે ગેંગ કેસ
જિલા પોલીસ વડાની સુચનાથી ગ્રામ્ય એલસીબીની કાર્યવાહી
ગોંડલના સુલાતનપુર, મોવીયા ગામ પાસે તથા જેતપુરના ખજુરી ગુંદાળા ગામ પાસે સીમ ચોરીના ગુના આચરતી ટોળકીના ત્રણ સાગરીતોને રૂરલ એલ.સી.બી.એ પકડી લઇ ગેંગ કેસની કાર્યવાહી કરી હતી.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સીમ ચોરીના ગુના આચરતી ટોળકીના કોલીથડના વિમલ કિશોરભાઇ સોલંકી,ગોંડલના અનીલ ભુપતભાઇ ડાભી અને કુકાવાવના મુકેશ નાથાભાઇ સાકરીયાને પકડી લઇ ગેંગ કેસની કાર્યવાહી કરી હતી.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની સુચનાથી રૂરલ એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા,પીએસઆઇ એચ.સી.ગોહિલ, ડી.જી.બડવા, એ.એસ.આઇ.મહેશભાઇ જાની, રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
