તુર્કીની સંસદ પાસે આત્મઘાતી હુમલો
બે પોલીસ અધિકારી ઘાયલ, હુમલાખોર ઠાર, એક ધડાકા સાથે જ પતિ ગયો
તુર્કીની સંસદ પાસે જ આજે આત્મઘાતી હુમલો થયો હતો જેમાં બે પોલીસ અધિકારી ઘાયલ થયા હતા. આંતરિક મામલાના મંત્રીએ પત્રકારોને એવી માહિતી આપી હતી કે અમારા મંત્રાલય પાસે જ ધડાકો કરવામાં આવ્યો હતો.
એક હુમલાખોર ધડાકા સાથે જ મારી ગયો હતો જ્યારે બીજો પોલીસ સાથે ગોળીયુધ્ધમાં ઠાર થયો હતો. તુર્કીની રાજધાની અન્કારામાં જ આ હુમલો થયો છે ત્યારે સલામતી વ્યવસ્થામાં ખામીઓ બહાર આવી છે.
મંત્રાલયે કહ્યું હતું કે સવારે હુમલાખોરો એક કોમર્સિયલ વાહનમાં આવ્યા હતા અને મંત્રાલયના ગેટ પાસે વાહન રાખ્યું હતું. થોડીવાર બાદ જ જોરદાર ધડાકો થયો હતો. એક આતંકી તેમાં જ માર્યો ગયો હતો અને બીજો પોલીસના હાથે ઠાર થયો હતો.
ધડાકા પાછળ કોણ છે તે બારામાં તુર્કીએ કોઈ સત્તાવાર નિવેદન કર્યું હતું અને તેની તપાસ શરૂ કરાઇ છે. બનાવ બાદ સલામતી વ્યવસ્થા સંગીન બનાવી દેવાઈ હતી.
