1 ઓક્ટોબરે ઇન્ટરસિટી ટ્રેન અમદવાદ સુધી જ જશે
આણંદ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને કારણે એક દિવસ માટે ઇન્ટરસિટી આંશિક રીતે રદ
આણંદ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને કારણે 1 ઓક્ટોબરના રોજ જામનગર-વડોદરા અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવાની જાહેરાત કરાઈ છે. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને કારણે, રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો 01 ઑક્ટોબર, 2023 ના રોજ આંશિક રીતે રદ રહેશે. જેમાં ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 01.10.2023 ના રોજ જામનગરથી ઉપડીને અમદાવાદ સુધી જશે. આ રીતે આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 01.10.2023 ના રોજ વડોદરાને બદલે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે અને જામનગર સુધી જશે. આ રીતે આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
