બાળકો પાસે મજુરી કરાવતા ધ ગ્રાન્ડ ઠાકર હોટલના માલિકની ધરપકડ
બચપન બચાવો આંદોલન સંસ્થા દ્વારા પોલીસને સાથે રાખી દરોડો, ઉત્તરપ્રદેશ, નેપાળ, રાજસ્થાનના 10 બાળમજુરોને મુક્ત કરાવ્યા
રાજકોટની નામાંકિત ધ ગ્રાન્ડ ઠાકર હોટલમાં અમદાવાદ રહેતા અને બચપન બચાવો આંદોલન સંસ્થાના ગુજરાત સ્ટેટ કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા શીતલ સંજીવ પ્રદીપે પોલીસને સાથે રાખી દરોડો પાડી ઉત્તરપ્રદેશ, નેપાળ, રાજસ્થાનના 10 બાળમજુરોને મુક્ત કરાવી આ મામલે હોટલના માલિક સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ ડેકોરા ઉત્સવમાં રહેતા વનરાજ હસમુખરાય ઠાકર સામે એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.
જે બાળકો પાસે કામ કરાવવામાં આવતું હતું તે બાળકોની ઉંમર 15, 16 અને 17 વર્ષની છે.સંસ્થાના સભ્યોએ પૂછપરછ કરતા બાળકો પાસે ૧૦ થી ૧૨ કલાક સુધી કામ કરાવવમાં આવતું હતું. બચપન બચાવો આંદોલન સંસ્થાના ગુજરાત સ્ટેટ કો ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા શીતલ સંજીવ પ્રદીપને મળેલી ફરીયાદને આધારે અમે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સાથે રાખી હોટલમાં દરોડો પાડ્યો હતો. 10 બાળ શ્રમિકોને મુક્ત કરાવી પોલીસે હોટલ માલિક વનરાજ ઠાકરની ધરપકડ કરી હતી.