પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ
સાંયોગીક પુરાવાઓના આધારે ચાલેલા કેસમાં મહત્વનો ચુકાદો
શહેરમાં ભગવતીપરામાં પાંચ વર્ષ પૂર્વે ઘરકંકાસ અને ઝઘળાના કારણે તા.૨૪-૦૫-૨૦૧૯ ના રોજ હત્યા કરનાર પતિ ઈકબાલ બાબુ જુણેજાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
આ મામલે મૃતક રૂકસાનાના પિતા ગુલામરસુલ બોદમશાહ ભટ્ટીએ ફરીયાદી નોંધાવી હતી. મરણ જનાર રૂકશારને આરોપી ઈકબાલ લગ્ન પછી સતત ત્રાસ આપતો હતો જમાઈ ઈકબાલે તેમની દીકરી રૂકશારને તેમના જ ઘરે ઘરકંકાસ બાબતે માથાકુટ થતા છરીના અસંખ્ય ઘા મારી હત્યા કરી હોય જેમાં બનાવને કોઈ નજરે જોનાર સાહેદ નથી ફક્ત ને ફક્ત સાંયોગીક પુરાવાઓના આધારે કેસ ચલાવવામાં આવેલ છે. હત્યા કેસમાં એફ.એસ.એલ.થી સમર્થન મળતું હોય આ કેસ સંપુર્ણપણે આરોપીની વિરૂઘ્ધમાં પુરવાર થયેલ. સેશન્સ જજશ્રી જે.આઈ.પટેલે પુરાવાઓનું મુલ્યાંકન કરી સંપુર્ણ કેસ સાંયોગીક પુરાવાનો હોય તે મુજબ આરોપી પતિ ઇકબાલને તકશીરવાન ઠરાવી આજીવન કેદની સજાનો હુકમમાં ફરમાવવામાં આવેલ છે. આ કેસમાં સરકારી વકીલ રક્ષિત કલોલા રોકાયેલ હતા
