રેલ્વે સ્ટેશને થી પોસ્ટ કર્મચારીનું રૂ.1.૧૧ લાખના દાગીના સાથેના પર્સની ચોરી
રાજકોટ રેલવે સ્ટેશન ઉપર ભાવનગર ઓખા ટ્રેનમાંથી મહિલાનું રૂ.1.11 લાખના દાગીના ભરેલ પર્સ ચોરી થતાં રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જામનગરમાં સ્વામિનારાયણ નગર હાલાર હાઉસ પાછળ રહેતાં અને હેડ પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા દક્ષાબેન કીરીટભાઇ જોષી ભાવનગરથી જામનગર આવવા માટે ભાવનગર ઓખા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન હોલ્ટ થતા તે વોશરૂમ માટે ત્યારે તેમની સીટ ઉપર રાખેલું કાળા કલરનું બેગ ચોરી થઇ ગયું હતું જેમાં રોકડ 800 રૂપિયા તેમજ એક સોનાની ચેઇન 20 ગ્રામ રૂ.1.11 લાખ મળી કુલ રૂ.1.11.800 નો મુદ્દામાલ હતો રેલવે પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
