‘ડોનાલ્ડ ટ્રમ્પનું નિધન થઈ ગયું’: ટ્રમ્પના દીકરાનું X હેન્ડલ થયું હેક
‘મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે નથી રહ્યા’ – હેકર્સે કરી પોસ્ટ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ;અને તેના પરિવારનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેકરોના નિશાના ઉપર છે. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એટલે કે જુનિયર ટ્રમ્પે હવે X તરીકે ઓળખાતા ટ્વિટર એકાઉન્ટ માંથી પોસ્ટ કર્યું છે કે ‘ડોનાલ્ડ ટ્રમ્પ મૃત્યુ પામ્યા છે’. હેકર્સે જુનિયર ટ્રમ્પનું એક્સ એકાઉન્ટ હેક કરીને આ પોસ્ટ કરી છે.
‘મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે નથી રહ્યા’ – હેકર્સે કરી પોસ્ટ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું એક્સ (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. આ પછી, આ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ઘણી ભ્રામક ટ્વીટ કરવામાં આવી હતી. આ દરમિયાન એક પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે તેના પિતા (ડોનાલ્ડ ટ્રમ્પ)નું અવસાન થયું છે. આ ટ્વીટથી દુનિયાભરના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી.
2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હવે હું ભાગ લઇશ
હેકર્સે જુનિયરના એકાઉન્ટમાંથી સવારે 8:25 વાગ્યે પહેલું ટ્વિટ મોકલ્યું હતું. હેકર્સે જુનિયર ટ્રમ્પના એકાઉન્ટમાંથી ડોનાલ્ડ ટ્રમ્પના મૃત્યુનો ફેક મેસેજ પોસ્ટ કર્યો હતો જેમાં લખ્યું હતું કે , ‘મને એ જાહેર કરતાં ખૂબ જ દુઃખ થાય છે કે મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે નથી રહ્યા. હું 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ રહ્યો છું.’ ડોનાલ્ડ ટ્રમ્પના મૃત્યુના ખોટા સમાચારોએ યુઝર્સમાં મૂંઝવણ ઊભી કરી હતી અને ઘણા લોકોએ લખવાનું શરૂ કર્યું કે ‘એવું લાગે છે કે ટ્રમ્પનું એકાઉન્ટ હેક થઈ ગયું છે.’
ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું ‘હું જીવિત છું ‘
દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોસ્ટે જ પુષ્ટિ કરી છે કે તેઓ જીવિત છે. ટ્રમ્પે સવારે 8:46 વાગ્યે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરી હતી.ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ તેમના મૃત્યુના ખોટા સમાચારના અડધા કલાક પછી આવી હતી. આ પહેલા પણ તેના વિશે ઘણી અટકળો શરૂ થઈ હતી.
એકાઉન્ટમાંથી બીજી ઘણી પોસ્ટ પણ કરવામાં આવી હતી. અન્ય પોસ્ટમાં, જુનિયર ટ્રમ્પના એકાઉન્ટમાંથી જો બાયડન વિરુદ્ધ અપશબ્દો લખવામાં આવ્યા હતા. આ સિલસિલો અહીં અટક્યો ન હતો. અન્ય પોસ્ટમાં, X માલિક એલોન મસ્ક વિશે ઘણી વસ્તુઓ લખવામાં આવી હતી. જુનિયર ટ્રમ્પના એકાઉન્ટમાંથી ઉત્તર કોરિયા વિશે એક પોસ્ટ પણ કરવામાં આવી હતી. આ તમામ પોસ્ટ પાછળ કોણ છે તે હજુ સ્પષ્ટ નથી.