મહિલાઓને મુબારક : લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ
નવા સંસદ ભવનમાં ઐતિહાસિક પ્રારંભ, આજે બિલ પર ચર્ચા, વિપક્ષના હોબાળા બાદ સંસદ મુલતવી
આજે દેશ માટે અને ખાસ કરીને મહિલાઓ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો હતો. પાંચ દિવસ ચાલનારા સંસદના વિશેષ સત્રના બીજા દિવસે સંસદ નવા ભવનમાં શિફ્ટ થઈ ગઈ હતી ત્યારે નવા સંસદભવનમાં હાલ પ્રથમ સત્ર ચાલી રહ્યું છે જેમા મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું . આ બિલને નારી શક્તિ વંદન એક્ટ નામ આપાવામાં આવ્યું છે. આ બિલને લઈને હોબાળો થતા બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી . આજે આ બિલ પર ચર્ચા થશે.
બિલ રજૂ થયું ત્યારે શ્રેય લેવા બાબતે અમિત શાહ અને અધીર રંજન વચ્ચે ખેચતાણ થઈ હતી. એ જ રીતે રાજ્યસભામાં નિર્મલા સિતારમણ અને ખડગે વચ્ચે તીખી દલીલબાજી થઈ હતી.
કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું , આ પહેલા પ્રધાનમંત્રીએ તમામ પક્ષોને આ બિલને સમર્થન આપવાની અપીલ કરી હતી, જો કે કેન્દ્રિય મંત્રીએ જ્યારે બિલ રજૂ કર્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો.
આ સિવાય નવા સંસદભવનમાં અંધીર રંજન ચૌધરીના ભાષણ દરમિયાન હોબાળો થયો હતો અને સ્પીકર ઓમ બિરલા સહિત ઘણા સભ્યોએ બેસી જવા કહ્યું હતું પરંતુ અધીર રંજન ચૌધરીએ પોતાની વાત ચાલુ રાખી હતી અને ગૃહમાં સૂત્રોચ્ચાર શરૂ થયા હતા.
નવા સંસદભવનમાં રજૂ થયેલા બિલમાં મહિલા માટે લોકસભા-વિધાનસભામાં 33 ટકાની જોગવાઈ છે.