વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે આજે કેન્દ્ર સરકાર તરફથી દેશમાં આયુષમાન ભવ અભિયાન શરૂ થયું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી માન્ડવિયાએ એમ કહ્યું હતું કે સામાન્ય જનતાની સાર સંભાળ માટે અભિયાન શરૂ થયું છે.
અભિયાનની શરૂઆત રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી. આ યોજના ત્રણ તબક્કામાં કામ કરશે. આયુષમાન તમારા દ્વારે, આયુષમાન મેળો અને આયુષમાન સભાનો સમાવેશ થાય છે.
અભિયાન હેઠળ શહેર અને ગામડાના લોકોના કાર્ડ બનાવવામાં આવશે. અભિયાન 2 ઓકટોબર
સુધીચાલશે. વધુમાં વધુ લોકોને તેનો લાભ આપવાનો સરકારનો હેતુ છે.