મહારાષ્ટ્રથી નીકળીને આવેલા મીશળ-પાઉં’નું નવું ઘર રાજકોટ’
રાજકોટમાં ગણીગાંઠી ચારથી પાંચ જગ્યાએ જ વેચાતી આ વાનગી ખાધાં વગર અનેક લોકોને ચેન' નથી પડતું ! મહારાષ્ટ્રથી આવેલા લોકો બનાવે તો જ સાચો
ટેસ્ટ’ આવતો હોવાનો પણ મત
વર્ષોથી રાજકોટમાં રહીને મીશળ-પાઉંનું વેચાણ કરતાં મુળ મહારાષ્ટ્રના કેશવભાઈ સુખલાલ બાગુલે જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રના જલગાંવના વતની છે પરંતુ તેમના પિતા સુખલાલ રેલવેમાં ફરજ બજાવતા હતા અને તેમની નોકરી રાજકોટમાં હતી. તેઓ રાજકોટથી જ ભરતી થયા અને અહીં જ નિવૃત્ત થયા હતા.
આ પછી મને મહારાષ્ટ્રની સૌથી ફેમસ વાનગી મીશળ-પાઉંનું વેચાણ કરવાનો વિચાર આવ્યો હતો જેને મેં તાત્કાલિક અમલમાં મુકતા સાળા રતિલાલભાઈ સાથે મળીને મીશળ-પાઉંનું વેચાણ શરૂ કર્યું હતું જેમાં ફાવટ' આવી ગઈ છે અને હવે ધીમે-ધીમે અમારો વેપાર આગળ વધારી રહ્યા છીએ... તેમણે મીશળ-પાઉંની વાનગી વિશે જણાવ્યું કે રાજકોટમાં અત્યારે મારા સહિત ચારથી પાંચ જ વેપારીઓ એવા છે જેઓ આનું વેચાણ કરી રહ્યા છે. આ વાનગીનું વેચાણ કરવા માટે ઘણાબધા લોકોએ પ્રયત્ન કર્યા પરંતુ તેમાં સફળ થયા ન્હોતા. રાજકોટના લોકોનું કહેવું છે કે આ વાનગી મહારાષ્ટ્રથી આવેલા લોકો બનાવે તો જ સાચો
ટેસ્ટ’ આવે છે ! મીશળ-પાઉમાં અત્યારે ભજીયા, ગાંઠિયા, જીણા ગાંઠિયા, મઠ-વટાણા, ડુંગળી, લીંબુ સહિતની વાનગીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના જ એવા ૨૫ પ્રકારના ખાસ મસાલાથી તેને તૈયાર કરવામાં આવે છે. જો આ મસાલો નાખવામાં આવે તો જ તેનો ઓરીજનલ ટેસ્ટ મળી શકે છે.
આ વેપારને વિકસાવવા માટે મેં, મારા સાળા તેમજ પત્નીએ ત્રણ વર્ષ સુધી ભોગ આપ્યો છે અને હવે એકલા મારી રેંકડી પરથી જ ૨૦૦થી વધુ પ્લેટનું વેચાણ થઈ રહ્યું છે.
આખોયે ધંધો `વૉટસએપ ગ્રુપ’ પર આધારિત, કોઈને ધક્કો નહીં ખવડાવાનો
કેશવભાઈએ જણાવ્યું કે મારો મોટાભાગનો ધંધો કાયમી ગ્રાહક સાથે સંકળાયેલો છે એટલા માટે મેં એક વૉટસએપ ગ્રુપ બનાવ્યું છે જેમાં દુકાન શરૂ થયાથી લઈ મીશળ-પાઉં પૂરા ન થાય ત્યાં સુધી અપડેટ આપ્યે રાખું છું. આમ થવાથી કોઈ ગ્રાહકને ધક્કો થતો નથી અને આરામથી અહીં આવીને પોતાની ફેવરિટ ડિશ આરોગી શકે છે. મોટાભાગે આ ધંધો સવારે ૭થી લઈ ૧૨ વાગ્યા સુધી જ ચાલે છે.