Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

દિલ્હી-એનસીઆરના દુષ્કર્મ કાંડોમાં નિર્ભયા કેસ જેવી જ પીડાદાયક સમાનતા: સુપ્રીમ કોર્ટ

Mon, September 28 2026

કાયદા અમલ અને જાહેર સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા સામે કોર્ટની આંખ ઉઘાડનારી કડક ટિપ્પણીઓ

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં સામે આવેલા દુષ્કર્મના બનાવોને લઈને સુપ્રીમ કોર્ટે સ્વપ્રેરિત (સુઓ મોટો ) કાર્યવાહી હાથ ધરી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ ઘટનાઓ 2012ના નિર્ભયા કાંડ સાથે “પીડાદાયક સમાનતા” ધરાવતી હોવાનું જણાવી અને તે કાયદા અમલ કરનાર એજન્સીઓ તથા જાહેર વહીવટી તંત્રની ગંભીર નિષ્ફળતા ઉજાગર કરતી હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

કોર્ટે નોંધ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં નોંધાયેલા દુષ્કર્મના બનાવો દર્શાવે છે કે નાગરિકોને મૂળભૂત જાહેર સુરક્ષા પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. જાહેર બગીચા, બસો અને અન્ય જાહેર સ્થળો અપૂરતી લાઇટિંગ, નબળી દેખરેખ અને વહીવટી ખામીઓને કારણે મહિલાઓ માટે જોખમી ઝોન બની જાય તે સ્વીકાર્ય નથી.

તાજેતરમાં દક્ષિણ દિલ્હીના કલકાજી મંદિર દર્શન માટે નીકળેલી 17 વર્ષની કિશોરી પર પોલીસકર્મી હોવાનો ભાસ ઉભો કરનારા કેટલાક શખ્સોએ નજીકના પાર્કમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાના કેસની પણ કોર્ટમાં ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં ઉત્તર પ્રદેશના મૈનપુરીથી નોઇડા જતી સ્લીપર બસમાં કિશોરી પર થયેલા કથિત સામૂહિક દુષ્કર્મના બનાવનો પણ ઉલ્લેખ થયો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી. જવાબદારી નક્કી કરવી અને તંત્રની ખામીઓ દૂર કરવી એટલી જ જરૂરી છે. કોર્ટે કહ્યું કે આવા બનાવો સામે આવે ત્યારે 2012ના નિર્ભયા કાંડની યાદ તાજી થઈ જાય છે.

ઉલ્લેખનીય છે કે 2012માં દિલ્હીમાં ચાલતી બસમાં યુવતી પર થયેલા નિર્દય સામૂહિક દુષ્કર્મ અને તેના મૃત્યુ બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ મહિલાઓ સામેના ગુનાઓ સંબંધિત કાયદાઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા હતા. તેમ છતાં તાજેતરના બનાવોએ મહિલાઓની સુરક્ષા અંગે ફરી ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

સુપ્રીમ કોર્ટની મુખ્ય ટિપ્પણીઓ:

દિલ્હી-એનસીઆરના દુષ્કર્મના બનાવો કાયદા અમલની વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે.

મહિલાઓને મૂળભૂત જાહેર સુરક્ષા આપવાની જવાબદારી તંત્ર નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે.

પાર્ક, બસ અને અન્ય જાહેર સ્થળો મહિલાઓ માટે જોખમી વિસ્તાર બની શકે નહીં.

અપૂરતી લાઇટિંગ, નબળી સર્વેલન્સ અને વહીવટી ખામીઓ ગંભીર ચિંતાનો વિષય છે.

માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરવી પૂરતી નથી, જવાબદારી નક્કી કરવી જરૂરી છે.

તાજેતરના બનાવો 2012ના નિર્ભયા કાંડની પીડાદાયક યાદ અપાવે છે.

મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અસરકારક અમલ અને જવાબદારી અનિવાર્ય છે.

Tags:

CrimeAgainstWomendelhicrimeDelhiNCREndViolenceAgainstWomenGenderEqualityHumanRightsJusticeForVictimsLegalReformLegalSystemNirbhayaCasePublicAwarenessRapeAwarenessSafetyForWomenSocialJusticeStopRapeSupremeCourtVictimSupportWomenEmpowermentWomenSafety

Share Article

Other Articles

Next

રેપ ન થયો હોવાનું જણાવ્યા બાદ છાત્રાઓએ કહ્યું, “અમને પરાણે એવું બોલવા જણાવ્યું હતું”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
દિલ્હી-એનસીઆરના દુષ્કર્મ કાંડોમાં નિર્ભયા કેસ જેવી જ પીડાદાયક સમાનતા: સુપ્રીમ કોર્ટ
17 મિનિટutes પહેલા
રેપ ન થયો હોવાનું જણાવ્યા બાદ છાત્રાઓએ કહ્યું, “અમને પરાણે એવું બોલવા જણાવ્યું હતું”
21 મિનિટutes પહેલા
CBSE ધો. 6 માં આ વર્ષે ત્રીજી ભાષા નહીં: સુપ્રીમ કોર્ટની વિદ્યાર્થીઓને રાહત
26 મિનિટutes પહેલા
IndusInd બેંકના CEO રાજીવ આનંદનું નામ પણ મતદાર યાદીમાંથી ‘અનમેપ્ડ’ જાહેર
32 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3668 Posts

Related Posts

ક્રૂડ ઓઈલના ભાવ ગગડયા: 16% કડાકા બાદ WTI $77 નીચે, ભારતને પેટ્રોલ-ડીઝલમાં રાહતની આશા
Breaking
3 મહિના પહેલા
જો તંત્ર નહીં જાગે તો રાજકોટમાં `દિલ્હીવાળી’ થતાં વાર નહીં લાગે !!
ગુજરાત
4 મહિના પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Com sem-2ની પરીક્ષામાં 75 ટકા વિદ્યાર્થીઓ નાપાસ
રાજકોટ
1 મહિના પહેલા
આજનું રાશિફળ 22 ફેબ્રુઆરી : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત લાભદાયી, બધા જ કાર્યો સરળતાથી થશે પૂર્ણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર