Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

એક જ મહિનામાં ₹5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો: હવે નંબર પ્લેટ સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ

Wed, September 9 2026

માર્ગ અકસ્માતોને અંકુશમાં લેવા અને કાયદો-વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા સમયાંતરે કડક અભિયાન ચલાવવામાં આવતા હોય છે. તાજેતરમાં જ રાજ્ય પોલીસ દ્વારા ઑગસ્ટ મહિનામાં ચલાવવામાં આવેલી ટ્રાફિક ડ્રાઇવના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં હજારો વાહનચાલકો દંડાયા છે. એટલું જ નહીં, હવે પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં વધુ એક વિશેષ ઝુંબેશનું એલાન કરવામાં આવ્યું છે.

ઑગસ્ટ માસમાં રોંગ સાઇડ અને ઓવર સ્પીડિંગના 74,242 કેસ

રાજ્યભરમાં 01 ઑગસ્ટથી 31 ઑગસ્ટ, 2026 દરમિયાન ‘રોંગ સાઇડ ડ્રાઇવિંગ’ અને ‘ઓવર સ્પીડિંગ’ જેવા જીવલેણ ટ્રાફિક નિયમભંગ સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગના 36,159 કેસોમાં રૂ. 3,64,52,000 અને ઓવર સ્પીડિંગના 38,083 કેસોમાં રૂ. 1,69,26,900 નો માતબર દંડ વસૂલવામાં આવ્યો છે. આમ, કુલ મળીને ગુજરાતીઓએ માત્ર એક મહિનામાં રૂ. 5.33 કરોડથી વધુનો દંડ ભરવો પડ્યો છે.

આ પણ વાંચો: દેશના 5 રાજ્યોમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ: ₹10,783 કરોડના મેગા પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી

ગેરકાયદે પાર્કિંગ અને વાહન અડચણ સામે પણ કાર્યવાહી

હાઇવે તથા મુખ્ય માર્ગો પર અયોગ્ય અને ગેરકાયદે પાર્કિંગના કારણે સર્જાતા અકસ્માતોને રોકવા માટે નેશનલ હાઇવે પર 10,408 અને સ્ટેટ હાઇવે પર 20,813 કેસ નોંધવામાં આવ્યા હતા. ટ્રાફિકને અવરોધતા વાહનો સામે કડક પગલાં લેતા 5,078 કેસ નોંધીને 580 વાહનો સામે સીધી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

01 સપ્ટેમ્બરથી 14 ઑક્ટોબર સુધી નંબર પ્લેટ ડ્રાઇવ

વાહન ચોરી અટકાવવા અને ગુનાખોરી નિયંત્રણ માટે વાહનની સાચી ઓળખ હોવી અનિવાર્ય છે. ઘણા વાહનચાલકો નંબર પ્લેટ વગર વાહન ચલાવવું, નંબર પ્લેટ વાળી દેવી અથવા અયોગ્ય ફોન્ટ કે લખાણ લખવા જેવા ગેરકાયદેસર પ્રયોગો કરતા હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડાના આદેશથી 01 સપ્ટેમ્બરથી 14 ઑક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના અને ચેડાં કરેલા વાહનો સામે રાજ્યવ્યાપી કડક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

પોલીસની આ કડક કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની પ્રાથમિક જવાબદારી છે. આ પ્રકારની ઝુંબેશોથી માત્ર માર્ગ અકસ્માતો ઘટશે નહીં, પરંતુ રસ્તાઓ પર શિસ્ત પણ જળવાઈ રહેશે.

Share Article

Other Articles

Next

દેશના 5 રાજ્યોમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ: ₹10,783 કરોડના મેગા પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
એક જ મહિનામાં ₹5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો: હવે નંબર પ્લેટ સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ
20 મિનિટutes પહેલા
દેશના 5 રાજ્યોમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ: ₹10,783 કરોડના મેગા પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી
23 મિનિટutes પહેલા
નાગોયામાં રેકોર્ડબ્રેક વરસાદથી રસ્તા જળબંબાકાર: 400 ખેલાડીઓ ફસાયા છતાં એશિયન ગેમ્સ નિર્ધારિત સમયે જ યોજાશે
25 મિનિટutes પહેલા
અમરેલીના માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે મતદાન શરૂ: ભાજપ, કોંગ્રેસ અને બળવાખોરો વચ્ચે ખરાખરીનો મુકાબલો
26 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3594 Posts

Related Posts

રાહુલ ગાંધી આવતીકાલે આવશે ગુજરાત : રાજકોટ અગ્નિકાંડ, મોરબીબ્રિજ, હરણી બોટકાંડના પીડિત પરિવારોને મળશે
Breaking
2 વર્ષ પહેલા
46 હજાર મેટ્રિક ટન એલપીજી ભરીને બીજું જહાજ નંદાદેવી જામનગરના વાડીનાર બંદરે આવી પહોંચ્યું
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
ભારતીય નાગરિકો સાથે અમાનવીય વર્તન : હાથકડી, પગમાં સાંકળ, ચાલીસ કલાકની નર્કથી પણ બદતર યાત્રા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
8.4 ડીગ્રી ! રાજકોટમાં ફરી તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર