Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલબિઝનેસ

આ વખતે બાળકો માટે લાઈટવાળી રાખડીઓની માગણીમાં વધારો, ટ્રેન્ડ બદલાયો

Fri, August 21 2026

ઉપહાર, મીઠાઈ, કપડા ડ્રાયફ્રુટ અને અન્ય તહેવારને લગતી ચીજોનો જબરો ઉપાડ, વોકલ ફોર લોકલ અભિયાનની અસર

આ વર્ષે રક્ષાબંધનના તહેવાર પર દેશભરના બજારોમાં રાખડીઓનો વેપાર લગભગ રૂપિયા 25,000 કરોડ સુધી પહોંચી શકે છે. આ અંદાજ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આપવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ લગભગ 45 ટકા વધારો છે. આ વખતે બાળકો માટેની લાઈટ વાળી રાખડીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે

CAITના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ પ્રવીણ ખંડેલવાલ તેમજ અન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, માત્ર રાખડીઓનો વેપાર જ રૂ. 25,000 કરોડની આસપાસ રહેવાની સંભાવના છે. જો તેમાં ભેટ, મીઠાઈ, કપડાં, ડ્રાય ફ્રૂટ અને અન્ય તહેવારી સામાનનો સમાવેશ કરવામાં આવે તો કુલ વેપાર રૂ. 30,000 કરોડને પાર કરી શકે છે.

ગત વર્ષ (2025)માં રાખડીનો વેપાર લગભગ રૂ. 17,000 કરોડનો થયો હતો, જ્યારે 2023માં આ આંકડો રૂ. 12,000 કરોડની આસપાસ હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વેપારમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 2018માં જ્યાં રૂ. 3,000 કરોડની આસપાસ વેપાર હતો, ત્યાં હવે તે ઘણો વધી ગયો છે.

આ પણ વાંચો: યુપીઆઈ વ્યવહાર ઉપર 0.3% ચાર્જ લાગુ થઈ શકે, આમ જનતાને મુક્તિ

સ્વદેશી રાખડીઓની માંગ અને થીમ આધારિત ડિઝાઇન

આ વર્ષે બજારોમાં ચીની રાખડીઓની માંગ નહિવત્ છે. વેપારીઓ અને ગ્રાહકોએ સંપૂર્ણપણે સ્વદેશી અને ભારતીય નિર્મિત રાખડીઓ અપનાવી છે. બજારોમાં માત્ર ભારતમાં બનેલી રાખડીઓ જ ઉપલબ્ધ છે.

પરંપરાગત રાખડીઓ સાથે સાથે વિશેષ થીમ આધારિત રાખડીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાં ‘વિકસિત ભારત’, ‘મોદી ગેરંટી’, ‘બ્રહ્મોસ’, ‘આત્મનિર્ભર ભારત’, ‘વોકલ ફોર લોકલ’, ‘નારી વંદન’ અને ‘રાષ્ટ્ર રક્ષા સૂત્ર’ જેવી થીમવાળી રાખડીઓનો સમાવેશ થાય છે. આ રાખડીઓ સ્થાનિક કારીગરો, મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્વ-સહાય જૂથો દ્વારા બનાવવામાં આવી રહી છે, જેનાથી તેમને સીધો આર્થિક લાભ મળી રહ્યો છે.

સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન, ચીનની રાખડીની કોઈ ડિમાન્ડ નથી

CAITના મતે સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે વધતો ઝોક અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને કારણે ભારતીય કારીગરો, મહિલા ઉદ્યોગસાહસિકો, નાના ઉદ્યોગો અને સ્થાનિક વેપારીઓને આ રક્ષાબંધન પર મોટો લાભ થવાની અપેક્ષા છે. સંગઠન દેશના વિવિધ શહેરોમાં વિશેષ સ્વદેશી મેળાઓનું આયોજન પણ કરી રહ્યું છે, જ્યાં મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્થાનિક કારીગરોના ઉત્પાદનોના વેચાણ થશે. ચીનની રાખડીની કોઈ ડિમાન્ડ નથી.

28મી એ રક્ષાબંધનનો તહેવાર છે અંતિમ દિવસોમાં ઘરાકી વધી શકે છે

રક્ષાબંધન 2026ની તારીખ 28 ઑગસ્ટ (શુક્રવાર) છે. તહેવાર નજીક આવતાં બજારોમાં રાખડીની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓના મતે છેલ્લા દિવસોમાં વેચાણ વધુ વેગ પકડી શકે છે.

આ અંદાજ CAITના સર્વે અને વેપારીઓ પાસેથી મળેલી માહિતી પર આધારિત છે. તહેવારના આ અવસરે ભાઈ-બહેનના પ્રેમ સાથે સ્વદેશી અર્થતંત્રને પણ મજબૂતી મળી રહી છે.

Share Article

Other Articles

Previous

2027માં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ: ભારતના ચોમાસા અને ખેડૂતો પર મોટી આફત, વૈજ્ઞાનિકોની ચેતવણીથી ખળભળાટ!

Next

યુપીઆઈ વ્યવહાર ઉપર 0.3% ચાર્જ લાગુ થઈ શકે, આમ જનતાને મુક્તિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોમાં આવશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી
1 કલાક પહેલા
અમેરિકાના 50% ટેરિફ સામે કેનેડાનો આક્રમક પલટવાર: વેપાર કરાર સ્થગિત કરી ‘એક-એક ડૉલર’નો હિસાબ ચૂકવવાની જાહેરાત
2 કલાક પહેલા
31 ડિસેમ્બર 2026 પછી 50 હજારથી વધુના જૂના ચેક રદ્દ થશે, જાણો ‘આલ્ફા-ન્યૂમેરિક કોડ’ વિશેની તમામ વિગતો
2 કલાક પહેલા
બાંગ્લાદેશ સામે 22 બોલમાં 5 વિકેટ ચટકાવતા જ મિચેલ સ્ટાર્કના નામે થયો વર્લ્ડ રેકોર્ડ: 149 વર્ષમાં પ્રથમ વર્લ્ડ રેકોર્ડ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3497 Posts

Related Posts

CCE જુનિયર ક્લાર્કની મુખ્ય પરીક્ષા ઓફલાઈન લેવાની માગ,
ગુજરાત
2 વર્ષ પહેલા
પાંચ વર્ષમાં ૫૦ આદેશ આપ્યા છતાં ટ્રાફિક-પાર્કિંગ સમસ્યા ન ઉકેલાતાં અધિકારીઓને હાઈકોર્ટનું તેડું
ગુજરાત
2 વર્ષ પહેલા
Mahakumbh  2025 : મહાકુંભની ખોટી માહિતી ફેલાવવા બદલ 53 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કચ્છ : સામખિયાળી-માળિયા નેશનલ હાઇવે પર અકસ્માત, 7 વાહનો અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત ; 5 કિમી લાંબો ટ્રાફિક જામ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર