ચાલુ સપ્તાહે જ કાર્યવાહી શરૂ થઈ જશે
સાયબર ફ્રોડ અને સીમ કાર્ડના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગે (DoT) મોટી કડકાઈ કરી છે. એક વ્યક્તિના નામે મહત્તમ ૯ સીમ કાર્ડની મર્યાદા હવે વધુ સખ્તાઈથી લાગુ કરવામાં આવશે. આ અઠવાડિયાથી જે લોકોના નામે પહેલેથી ૯ કનેક્શન સક્રિય છે, તેમના ફોટા ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર અપલોડ કરવામાં આવશે.
આ સમગ્ર વ્યવસ્થા ને 30 નવેમ્બર સુધી રીયલ ટાઈમ સિમ એક્ટીવેશન પ્રક્રિયામાં સામેલ કરવી અનિવાર્ય બનાવવામાં આવી છે. આ વ્યવસ્થાથી ટેલિકોન કંપનીઓને પણ મોટી રાહત મળશે.
નવા નિયમો શું છે?
સામાન્ય રીતે એક વ્યક્તિના નામે મહત્તમ ૯ સીમ કાર્ડ જ મંજૂર છે.
જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આ મર્યાદા માત્ર ૬ સીમની છે.
જે ગ્રાહકોની મર્યાદા પૂરી થઈ ચૂકી છે, તેમના ફોટા અને વિગતો DIP પર ઉપલબ્ધ થશે. આ પ્લેટફોર્મ ટેલિકોમ કંપનીઓને અન્ય સંબંધિત વિભાગોને દેખાશે. એ લોકો સીમકાર્ડ ઇસ્યુ કરવામાં ધ્યાન રાખશે અને કોઈને પણ 9 થી વધુ મળી શકે નહીં. ટેલિકોમ કંપનીઓ આ ફોટા જોઈને આવા ગ્રાહકોને નવું સીમ કાર્ડ આપવાનું રોકી દેશે.
આ વ્યવસ્થાને ૩૦ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં રિયલ-ટાઇમ સીમ એક્ટિવેશન પ્રક્રિયામાં સામેલ કરવી ફરજિયાત છે. એટલે કે નવું સીમ એક્ટિવ કરતી વખતે તરત જ DIP પર ચેક થશે કે વ્યક્તિની મર્યાદા પૂરી થઈ છે કે નહીં. જો મર્યાદા પાર થઈ ગઈ હોય તો તરત જ રોક લગાવવામાં આવશે.
આ પણ વાંચો: બેન્કોમાં ડિપોઝિટમાં 15.4 ટકાનો 10 વર્ષમાં સૌથી મોટો ઉછાળો
શા માટે આ પગલું?
સરકારનું માનવું છે કે વધુ સીમ કાર્ડ રાખવાથી ફર્જી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. ફર્જી સીમનો ઉપયોગ કરીને OTP ચોરી, બેંક ફ્રોડ, ઓનલાઇન સ્કેમ અને અન્ય સાયબર અપરાધો સરળતાથી થાય છે. DIP અને AI-આધારિત સિસ્ટમ (જેમ કે ASTR) દ્વારા આવી ગેરરીતિઓને પહેલેથી જ રોકવાનું લક્ષ્ય છે.
ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે જરૂરિયાત મુજબ જ સીમ રાખો. જો કોઈના નામે વધારે સીમ હોય તો તેને સરેન્ડર કરી દો, જેથી ભવિષ્યમાં નવું સીમ લેવામાં તકલીફ ન થાય. Sanchar Saathi પોર્ટલ પર TAFCOP સેવા દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના નામે કેટલા સીમ છે તે ચેક કરી શકે છે.
આ પગલું સાયબર સુરક્ષા મજબૂત બનાવવા અને ડિજિટલ ભારતને વધુ સુરક્ષિત બનાવવા તરફનું મહત્વનું કદમ માનવામાં આવે છે.
