અદાણી વિન્ડની 5.2 મેગાવોટની ટર્બાઈન ભારતમાં સૌથી વધુ ક્ષમતા ધરાવતી WTG
MNREના રિવાઇઝ્ડ લિસ્ટ ઓફ મોડલ્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ (RLMM)ની યાદીમાં
અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના વિન્ડ એનર્જી સોલ્યુશન્સ ડિવિઝન અદાણી વિન્ડે જાહેરાત કરી છે કે તેના 5.2 મેગાવોટ વિન્ડ ટર્બાઇન જનરેટર ને ઉર્જા મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ રિવાઈઝ્ડ લીસ્ટ ઓફ મોડલ્સ અને મેન્યુફેક્ચરર્સ ની યાદીમાં સૂચિબદ્ધ કરવામાં આવી છે. આ સૂચિ દર્શાવે છે કે અદાણી વિન્ડનું 5.2 MW WTG હવે વ્યવસાયિક રીતે ઉપલબ્ધ છે.
અદાણી વિન્ડની 5.2 MW WTG એ RLMMમાં ભારતની સૌથી વધુ ક્ષમતા ધરાવતી તટવર્તી વિન્ડ ટર્બાઇન છે. તે વિશ્વની સૌથી શક્તિશાળી ઓનશોર WTG છે. ઉચ્ચ ઉર્જા ઉત્પાદન અને ઊર્જા ઉપજના દર (LCOE)ને નીચે લાવવા બનાવાયેલ ટર્બાઇન 160 મીટરનો રોટર વ્યાસ અને 200 મીટરની ટોચની ઊંચાઈ ધરાવે છે. તેને W2E (વિન્ડ ટુ એનર્જી), જર્મન ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યું છે અને વિન્ડ ટર્બાઇન માટે સ્વતંત્ર સર્ટિફિકેશન સંસ્થા વિન્ડગાર્ડ GmbH દ્વારા પ્રમાણિત છે.
અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના ડિરેક્ટર વિનીત જૈને જણાવ્યું હતું કે, “અમે MNRE અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વિન્ડ એનર્જી નો આ પ્રક્રિયામાં માર્ગદર્શન આપવા બદલ આભાર માનીએ છીએ. અમારા 5.2 MW પ્લેટફોર્મનું RLMM લિસ્ટિંગ ભારતમાં પવન ઉર્જા ક્ષેત્રે ગેમ ચેન્જર છે અને અમારી વૃદ્ધિ વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ છે.
અદાણી વિન્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) મિલિંદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “RLMM લિસ્ટિંગમાં અમારો સમાવેશ એ અમારી ટીમની સખત મહેનત અને ઉચ્ચ-ગુણવત્તા ધરાવતી નેક્સ્ટ જનરેશન WTGs વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પુરાવો છે. ઉચ્ચતમ ક્ષમતા ધરાવતી WTG હવે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે અને તે બહેતર કાર્યક્ષમતા અને પ્રદર્શન પ્રદાન કરશે. આ લિસ્ટિંગ ભારતની વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની અમારી પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે તેમજ અગાઉ પવન ઊર્જાના ઉપયોગ માટે અયોગ્ય ગણાતી સાઇટ્સને અનલૉક કરે છે.”
અદાણી વિન્ડ ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં રાષ્ટ્રની પંચામૃત વ્યૂહરચનામાં ભાગીદાર બનવા પ્રતિબદ્ધ છે.
