અનંતનાગમાં સર્ચ ઓપરેશન, આતંકી ઘેરાયા
ડ્રોનની મદદથી છૂપાયેલા આતંકીઓની શોધ :જવાનો, પોલીસ ચારેકોર ફેલાયા
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેનાના વીર સપૂતોની શહીદી બાદ સમગ્ર વિસ્તારમાં જવાનો અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને છૂપાયેલા આતંકીઓને શોધવા માટે ચારેકોર જવાનો ગોઠવાયાં હતા.
સર્ચ માટે ખાસ ડ્રોનનો ઊપયોગ કરવામાં આવ્યો હતો. મેજર જનરલ બલબીર સિંઘ ઓપરેશનમાં સૈનિકોનું મનોબળ વધારવા પોહચી ગયા હતા. બે થી ત્રણ આતંકીઓ છુપાયા છે અને તેમાં 10 લાખના ઇનામવાળો આતંકી ઊજહેન ખાન પણ શામેલ છે.
સર્ચ અભિયાનમાં સેનાના પેરા કમાન્ડો પણ ભાગ લઈ રહ્યા હતા. બૂધવારે ગોળીયુધ્ધમાં એક મેજર એક કર્નલ અને એક ડીએસપી શાહિદ થયા હતા.
ઘટના બાદ જ મોટી સંખ્યામાં જવાનો સ્થળ પર ધસી ગયા હતા અને આખી રાત સર્ચ ચાલ્યું હતું. આનટકીઓ બચી શકશે નહીં તેમ સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું.